ચેન્નઇ-

સોશિયલ મીડિયા પર 1 લાખ રૂપિયામાં બનાવેલા મકાનની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે તમે આ મકાનને તમે ઇચ્છો ત્યાં લઈ જઇ શકો છો. આ ઘર ઓરિક્ષામાં ફેરફાર કરીને બનાવવામાં આવ્યું છે. તમિળનાડુમાં રહેતા 23 વર્ષીય અરુણ પ્રભુ આ મકાન બનાવવા જઇ રહ્યા છે.  આ રીક્ષામાં બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું અને શૌચાલય પણ છે. આ ઘરમાં બે લોકો આરામથી જીવી શકે છે. જો તમને ખુલ્લી હવામાં બેસવાનું મન થાય છે, તો આરામદાયક ખુરશી પણ ઓટોની છત પર મૂકવાની ગોઠવણ કરવામાં આવી છે. 36 ચોરસ ફૂટમાં બનેલા આ મકાનમાં 250 લિટર પાણીની ટાંકી, પાણી માટે 600 વોટની સોલર પેનલ છે. આ મકાનમાં, ઉપરના દરવાજા અને છત પર જવા માટે પગથિયા પણ છે.આ ઘર જૂની વસ્તુઓના રિસાયક્લિંગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 5 મહિનામાં બનેલા આ ઘરની ડિઝાઇન દરેકને અસર કરી રહી છે. તમિલનાડુના વતની અરુણે બેંગ્લોર સ્થિત ડિઝાઇન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે મળીને તેનું નિર્માણ કર્યુ છે.