અમદાવાદ, અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતા આઈશા મકરાણીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે પાલીમાં એક સંબંધીના લગ્નપ્રંસગમાંથી આરીફને ઝડપી લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી આરીફ ખાનની ધરપકડ કરી પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ છે. આજે પૂછપરછ દરમિયાન વધુ ઘટસ્ફોટો થાય તેવી શક્યતા છે. બીજી તરફ આઈશાના પિતાએ લિયાકતઅલી મકરાણીએ પણ આરીફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે, આરીફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા અને તેની વારંવાર પૈસાની માગણીઓને કારણે મનમાં લાગી આવતા આઈશાને મિસકેરેજ પણ થઈ ગયું હતું. તેમણે એમ પણ કહ્યું હતું, કોઈ મને રૂમ ભરીને રૂપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું. આઈશાના પરિવારજનો હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આપઘાત કરતા પહેલા આઈશાએ એક વિડીયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગણતરીના દિવસોમાં જ ૨૦ હજારથી વધુ લોકોએ અરીફના સોશિયલ મીડિયા એકાઉન્ટપર ગાળો ભાંડી છે અને આઈશાને ન્યાય મળે તેવી માંગ સાથે આરોપીને ફાંસી આપવાની પણ માંગ ઉઠી છે. આઈશાએ તેના અંતિમ વિડીયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું કે ‘મને કોઈ રૂમ ભરીને રૂપિયા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનોમાં બે દીકરા અને બે દીકરી છે, જેમાં હીના, આમિર, અરમાન આઇશાનો સમાવેશ થાય છે. આઈશાના લગ્ન વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનના જાલોર ખાતે રહેતા આરીફ ખાન નામના વ્યક્તિ સાથે થયા હતા. ત્યારબાદ આરીફ અને સાસરિયીઓ દહેજ માટે આઈશાને ત્રાસ આપતા હતા. દહેજ બાબતે ઝઘડો કરીને ડિસેમ્બર ૨૦૧૮માં આરીફ આઈશાને પિયરમાં મૂકી આવ્યો હતો. થોડા સમય બાદ સમાજના લોકોએ સમાધાન કરાવીને આઈશાને પાછી સાસરે વળાવી હતી. જાે કે, ૨૦૧૯માં ફરી એકવાર સાસરિયાઓ આઈશાને પિયરમાં મૂકી જતાં તે તેના માતા-પિતા સાથે રહેતી હતી.

ત્યારબાદ આરીફ આઈશાના ઘરે આવીને દહેજ માંગીને દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.

 બાદમાં ફરી તેડી જઈને પાછી તેને પિયરે મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. ત્યારબાદ આઈશાએ મ્યુચ્યુલ ફન્ડમાં જાેબ કરવાનું શરૂ કર્યું હતું. ૨૫ ફેબ્રુઆરીએ એટલે કે, ગુરુવારે આઈશા જાેબ પર ગઈ હતી. બપોરે પિતાને ફોન કરીને તેમના પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં તેણીએ પતિ આરીફને પણ ફોન કર્યો હતો. આઇશાએ જણાવ્યું કે, આરીફ સાથે લઈ જવા માંગતો નથી, હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે 'તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે' તેવું કહેતા આઇશાએ રીફરફ્રન્ટ પર બનાવેલો અંતિમ વિડીયો પણ મોકલ્યો હતો.

આયશાએ આપઘાત પહેલાં ૭૦ મિનિટ પતિ સાથે વાત કરી

બે દિવસ પહેલા રિવરફ્રન્ટ પર પરિણીતાના આપઘાતની ઘટનાએ સૌકોઈના રૂવાંટા ઊભા કરી નાંખ્યા હતા. આ ઘટનામાં પરિણીતાએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવી હસતા મોઢે પોતાની વાત જણાવી હતી. આ કેસમાં પોલીસે આરોપી પતિ આરિફની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરીફખાન રાજસ્થાન કોઈ લગ્નમાં ગયો હતો, જ્યાંથી તે ફરાર થઇ ગયો હતો. જેથી આમાં તેના પરિવારનો પણ હાથ હોવાની શક્યતા છે. હાલ પોલીસે આઇશાનો ફોન એફ.એસ.એલ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે આઇશાના પરિવાર તરફી હેરેસમેન્ટ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરીફખાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આયશાની જેમ અન્ય કોઈ યુવતી સાથે આવું ન બને તે માટે આયશાના પિતા લિયાકત ભાઈએ અપીલ કરી છે કે તેમને ન્યાય મળે. તેમના વકીલનું કહેવું છે કે આયશાનો પતિ આરિફ તેને ખુબ જ ત્રાસ આપતો હતો અને તેને અન્ય કોઈ મહિલા સાથે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો. પોલીસે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આયશાએ આપઘાત પહેલા ૭૦ મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો.

પોતાના લગ્ન જીવનથી કંટાળીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આયેશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આયેશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ ગમે તેટલા રુપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું. શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાએ રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં આપઘાત કરી હોવાની ઘટના સામે આવી હતી. પરિણીતાએ પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં પતિને ફોન કરીને તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ 'તું મરી જા અને વિડીયો મોકલજે' તેવું કહ્યું હતું. પરિણીતાએ આપઘાત પહેલા રિવરફ્રન્ટ ખાતે એક વિડીયો બનાવીને પતિને મોકલ્યો હતો હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સાથે આપઘાત પહેલા પરિણીતાએ તેના પિતા સાથે જે વાત કરી હતી તેનો પણ ઓડિયો વાઈરલ થયો છે.