બાયડ : બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગાબટરોડના અયોધ્યા નગર તેમજ વ્રજભૂમિ સોસાયટીમાં પાલિકા દ્વારા રૂપિયા ૧.૭૦ લાખના ખર્ચે ગટર લાઈન તેમજ રામજી મંદિર પાસે ફ્લડલાઈટની સુવિધા પુરી પાડવામાં આવી છે તેવું લોકો દ્ધારા જાણવા મળ્યું છે. પરંતુ ફ્લડલાઇટ છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે. જેથી આસપાસના લોકો અંધારપટથી ત્રાહિમામ પોકારી ગયા છે.આ વિસ્તારમાં આવેલી ગટર લાઈન પણ વારંવાર ઉભરાઈ જવાથી માથું ફાડી નાંખે એ હદે દુર્ગંધ મારતી હોઈ છે. જેની ફરિયાદ વારંવાર નગરપાલિકામાં મૌખિક કરવામાં આવી છે. પરંતુ સામાન્ય રહીશોની ફરિયાદ નહી જ સાંભળવાની આદતથી ટેવાયેલા નગરપાલિકાના સત્તાધીશોથી થાકી છેવટે બાયડ નગરપાલિકાના ઉપ પ્રમુખ ભલુભાઈનો સંપર્ક કરતા ભલુભાઈ તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઈ વિસ્તાર ના રહીશો ને આપણે આવતીકાલે લેખિતમાં રજૂઆત કરવાની બાંહેધરી આપતાં અને તુરંત જ એક અરજી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને કરાતા છેવટે આ વિસ્તારના રહીશોને સમસ્યામાંથી મુકિત મળશે આશા બંધાઈ હતી.ભલુભાઈના જણાવ્યા મુજબ જો આ પ્રશ્નો જલ્દી હલ નહિ થાય તો વિસ્તારના લોકો સાથે નગરપાલિકા કચેરીએ ઉપવાસ પર ઉતારતા પણ ખચકાઈશું નહીં તેવી ચીમકી આપતા પાલિકા મા હડકંપ મચી ગયો છે.