અમદાવાદ-

આવતીકાલ એટલે કે 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેથી 91મી દાંડી યાત્રા યોજાવાની ચે. આ યાત્રાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગાંધી આશ્રમમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તૈયારીઓને આજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે અહીં ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચી રહ્યાં છે.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા ગાંધી આશ્રમ જવા માટે રવાના થશે. ગાંધી આશ્રમ પહોંચીને બાપુને સુતરની આંટી પહેરાવશે, ત્યાં ભજનનો કાર્યક્રમ પણ છે. ત્યારબાદ પીએમ ગાંધીજીની પ્રતિમાના દર્શન કરશે. અહીં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આશ્રમમાં ડોમ બનાવવામાં આવ્યા છે, ત્યાં મહેમાનો બેસવાના છે. તો કોરોનાને કારણે આશ્રમને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદઃ આવતીકાલ એટલે કે 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેથી 91મી દાંડી યાત્રા યોજાવાની ચે. આ યાત્રાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગાંધી આશ્રમમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તૈયારીઓને આજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે અહીં ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચી રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા ગાંધી આશ્રમ જવા માટે રવાના થશે. ગાંધી આશ્રમ પહોંચીને બાપુને સુતરની આંટી પહેરાવશે, ત્યાં ભજનનો કાર્યક્રમ પણ છે. ત્યારબાદ પીએમ ગાંધીજીની પ્રતિમાના દર્શન કરશે. અહીં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આશ્રમમાં ડોમ બનાવવામાં આવ્યા છે, ત્યાં મહેમાનો બેસવાના છે. તો કોરોનાને કારણે આશ્રમને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે.