વડોદરા

શહેર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આડોશ-પાડોશમાં રહેતી યુવાન દેરાણી-જેઠાણી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સજાતિય સંબંધો હોવાના મુદ્દે અગાઉ બંનેના પરિવારજનો વચ્ચે વિવાદ થયો હતો. જાેકે જાેકે ગઈ કાલે સાંજે પોતાની પત્ની સાથે ભાભી સજાતિય સંબંધો ધરાવતી હોવાની શંકાએ દિયરે ઉશ્કેરાઈને ભાભી પર લાકડીથી હુમલો કર્યો હતો. આ મામલો તાલુકા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ભાભી પર હુમલો કરનાર દિયર સામે ગુનો નોંધ્યો હતો.

શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પત્ની જલ્પા (નામ બદલ્યુ છે) તેમજ માતા સહિતના પરિવાર સાથે રહેતો ૩૬ વર્ષીય રમાકાંત (નામ બદલ્યુ છે) કલરકામ કરે છે. જલ્પાને તેના પાડોશમાં રહેતી દેરાણી રેખા (નામ બદલ્યુ છે) સાથે ભારે મનમેળાપ હતો અને બંને જણા બપોરે કામકાજ પત્યા બાદ તેમજ બંનેના પતિ કામઅર્થે બહાર જતા એકબીજાના ઘરે બેસી સમય પસાર કરતા હતા. જાેકે આ બંને જણા વધુ સમય સાથે રહેતા હોઈ અને તેઓની વર્તણુંક શંકાસ્પદ લાગતા પરિવારજનોને આ બંને વચ્ચે સજાતિય સંબંધો હોવાની શંકા ઉભી થઈ હતી અને આ મુદ્દે તેઓની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

ગઈ કાલે જલ્પા અને તેનો પતિ રમાકાંત તેમના ઘરે હતા તે સમયે પાડોશમાં રહેતી દેરાણી રેખા અચાનક ત્યાં આવી હતી અને તેણે જલ્પાને અપશબ્દો બોલવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન જલ્પાનો પતિ વિનોદ (નામ બદલ્યુ છે) લાકડી લઈ ત્યાં દોડી આવ્યો હતો અને તેણે તેની ભાભી જલ્પાને અપશબ્દો બોલીને સજાતિય સંબંધોના વ્હેમે‘‘ તું મારી પત્ની સાથે કેમ આડાસંબંધ રાખે છે ?’’ તેમ કહી ભાભી જલ્પાના માથાની પાછળ લાકડીની ઝાપટ મારી હતી. આ દરમિયાન બંનેના પરિવારજનોમાં સામસામે ઉગ્ર આક્ષેપો થતાં આ બનાવની પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરાઈ હતી અને ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ જલ્પા અને રેખા તેમજ તેઓના પતિ અને પરિવારજનોને તાલુકા પોલીસ મથકે લાવી હતી જયાં રમાકાંતની ફરિયાદના પગલે પોલીસે હુમલાખોર વિનોદ સામે ગુનો નોંધ્યો હતો અને ઈજાગ્રસ્ત જલ્પાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી હતી.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત જલ્પાએ આ બનાવ અંગે ‘ લોકસત્તા’ને જણાવ્યું હતું કે વિનોદ દારૂનો નશો કરવાની ટેવવાળો છે અને તેને તેની પત્ની સાથે મારા આડાસંબંધ હોવાનો વ્હેમ હોઈ આ મુદ્દે અગાઉ પણ તકરાર કરી હતી. જાેકે અમારી વચ્ચે કોઈ આડાસંબંધો નથી અને વિનોદે ગઈ કાલે પણ નશો કરેલી હાલતમાં ઝઘડો કરી હુમલો કરેલો અને બચાવ માટે ખોટી વિગતો જણાવી રહ્યો છે.