વડોદરા, તા.૨૨ 

બોગસ માર્કશીટના આંતરરાષ્ટ્રીય કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુખપાલસીંગ વાલા ઉર્ફે વિક્કી સરદારની જામીન અરજી અત્રેની સેસન્સ અદાલતે નામંજુર કરી છે. બીજી તરફ આ મામલામાં સંડોવાયેલા અન્ય એકને પી.સી.બી. એ જયપુરથી ઝડપી અત્રે લાવી હોવાની માહિીત પ્રાપ્ત થઇ છે.

પી.સી.બી. દ્વારા ક્રિકેટ સટ્ટાના દરોડા દરમ્યાન હાથ લાગેલા મોબાઇમાંથી બોગસ માર્કશીટનું કૌભાંડ બહાર આવ્યું હતું. ેજની તપાસમાં આ કૌભાંડ આતરરાષ્ટ્રીય હોવાનું સાબિત થયું હતું. પોલીસે ફતેગંજમાં પાડેલા દરોડા દરમ્યાન ત્રણને ઝડપી દેશની જુદી જુદી યુનિ.ની માર્કશીટ અને માઇગ્રેસન સર્ટીફીકેટ ઝડપ્યા હતા. જેની તપાસ દરમ્યાન કુખ્યાત વિક્કી સરદાર કૌભાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતું.

વિક્કીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લાવી પી.સી.બી.એ ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. અને કૌભાંડના તાર મેઘાલય અને રાજસ્થાનના જયપુર સુધી ફેલાયેલા હોવાથી પોલીસે ત્યાં તપાસ કરી હતી. દરમ્યાન જેલામાં ધકેલાયેલા વિક્કી સરદારે અત્રેની સેસન્સ અદાલતમાં જામીન માટે અરજી મુકી હતી. જે નામંજુર કરવામાં આવી હોવાનું અદાલતી વર્તુળોએ જણાવ્યું છે.

પી.સી.બી.ના સુત્રોએ જણાવ્યા પ્રમાણે જયપુરથી બોગસ માર્કશીટમા સંડોવાયેલા વિક્રમ ચૌહાણનેે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અઘાઉ ઝપાયેલા રીઝવાનને વિક્રમે બે માર્કશીટ આપી હોવાની કબુલાતના આધારે એને ઝડપી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.