વડોદર : સોશિયલ મીડિયા મારફતે ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે યુ.કે.ની સ્વરૂપવાન યુવતીના મોબાઈલ ઉપર આવેલા મેસેજના આધારે બાજવાના રહીશ ૧૧ લાખ ઉપરાંતની રકમ ગુમાવી છે. મોંઘા ઓઈલ ખરીદીના વેચાણમાં તગડું કમિશનની લાલચ આપતાં બાજવાના યુવકે ૧૧ લાખ ઉપરાંતની રકમ મોકલી હતી. સાયબર ક્રાઈમમાં આ અંગેની ફરિયાદ થતાં અગાઉ સુરત ખાતે ઝડપાયેલા ત્રણ આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી અત્રે લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

યુ.કે.ની યુવતીના નામે ગુજરાતી ઠગોએ પાથરેલી જાળમાં ફસાયેલા બાજવાના આસિ. એકાઉન્ટન્ટ સાથે રૂા.૧૧.૩ર લાખની છેતરપિંડી થઈ હતી. મોબાઈલ એપ્લિકેશનની મદદથી સંપર્કમાં આવેલી યુ.કે.ની યુવતીએ રૂા.૧.૧ર લાખમાં ૧ લિટરના ભાવનું ટ્રાકસા હિઝૈન રો-ઓઈલ ૧૫૦ લિટર મોકલી તગડું કમિશન કમાવવાની લાલચ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂજના એક શખ્સનું એકાઉન્ટ મેળવી ભેજાબાજાે રાજકોટના મોહિત જગદીશભાઈ પરમાર, નેવિલ અશોક શુકલા અને ઈમરાન ઈબ્રાહિમ કાઝીએ રોનક સાથે છેતરપિંડી કરી હોવાનું સપાટી પર આવ્યું છે. જાે કે, હાલ ત્રણેય આરોપી સુરત જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમનો કબજાે મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઘટનાની તબકકાવાર વિગત એવી છે કે બાજવા વિસ્તારના પરબડી ફળિયામાં રહેતો રોનક ચંદ્રેશકુમાર પરમાર આસિ. એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ગત તા.૧ જુલાઈ, ર૦ર૦ના રોજ કાકા પ્રકાશભાઈ પરમારના મોબાઈલની એપ્લિકેશન ઉપર સંપર્ક કરી તે યુ.કે.ની અમાંડા ડેવિડના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં અમાંડાનો વિદેશી મોબાઈલ નંબર મળતાં વોટ્‌સએપ પર ચેટિંગ શરૂ થયું હતું જેમાં અમાંડાએ મુંબઈથી મોંઘો ટ્રાકસા હિઝૈન ઓઈલ ખરીદી યુ.કે. સપ્લાય કરીને તગડું કમિશનર કમાવવાની લોભામણી ઓફર આપી હતી.

ત્યાર બાદ અમાંડાએ ખરીદવા માટે મુંબઈની શિલ્પા યાદવનો સંપર્ક કરાવય્‌ો હતો. ગત તા.૩ જુલાઈના રોજ રોનકે રૂા.૧.૧ર લાખ ટ્રાન્સફર કરતાં શિલ્પાએ કુરિયર મારફતે ૧ લિટર ઓઈલ કુરિયર દ્વારા મોકલી આપ્યું હતું. બે દિવસ બાદ અમાંડાએ એનાલિસીસ ટેસ્ટ સર્ટિફિકેટ કઢાવી ઓઈલ સારું હોવાનું જણાવ્યું હતું.અમાંડાએ પોણા બે કરોડથી વધુ કિંમતના ૧પ૦ લિટર ઓઈલની જરૂર હોવાનું જણાવ્યું હતું. બ્રિટિશ એમ્બેસીમાંથી એક વ્યક્તિ વડોદરા એરપોર્ટ પર આવી પોણા બે કરોડના ૬૦ ટકા એડવાન્સ પેટે આપી જશે અને તે વખતે તે વ્યક્તિ ૧પ લિટર ઓઈલ આપવાનું રહેશે. અમાંડાની લોભામણી ઓફરમાં સપડાઈ ગયેલા રોનકે શિલ્પા યાદવને ૧પ લિટર ઓઈલનો ઓર્ડર આપ્યો હતો જેને એડવાન્સ પેટે ટુકડે ટુકડે રૂા.૮ લાખ બેન્ક મારફતે ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં શિલ્પાએ ક્રિષ્ના નામના શખ્સ સાથે ઓઈલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. જાે કે, રાત્રે ૧૧ વાગ્યે પોલીસે વાપીથી ૧પ૦ કિ.મી. દૂર ક્રિષ્નાને પકડી હોવાનું જણાવ્યું હતું અને પોલીસ ૬ લાખ માગતાં હોવાથી ર.ર૦ લાખની મદદ કરવા કહ્યું હતું. જેને પગલે રોનકે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં શિલ્પાએ જણાવ્યું કે ક્રિષ્નાને છોડી દીધો છે પણ લિક્વિડ લઈ લીધું છે જેથી હું ૧પ દિવસમાં ચૂકવી આપીશ. આ વાતના થોડાં દિવસ બાદ શિલ્પાનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. આખરે રોનકે રૂા.૧૧.૩ર લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી.

આ મામલે તપાસ કરી રહેલા ઈન્સ્પેકટર એન.કે.વ્યાસે જણાવ્યું હુતં કે રાજકોટના મોહિત જગદીશભાઈ પરમાર, નેવિલ અશોક શુકલા અને ઈમરાન ઈબ્રાહિમ કાઝીએ ભૂજના એક વ્યક્તિનું એકાઉન્ટ મેળવી રોનકને ઝાંસામાં લઈ છેતરપિંડી કરી રૂા.૧૧.૩ર લાખ મેળવી લીધા હતા. જાે કે, પોલીસ તપાસમાં નીકળી આવેલ ત્રણેય આરોપીઓ હાલ સુરતની જેલ ખાતે અન્ય ગુનાની સજા ભોગવી રહ્યા છે જેથી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આ ત્રણેય આરોપીઓનો કબજાે મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

------------

‘’