આણંદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓમાં મતદાન બાદ મંગળવારે ફેંસલાનો દિવસ છે. આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજિત્રા) તથા ૬ નગરપાલિકાઓ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા)ની સામાન્ય ચૂંટણી ઉપરાંત કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીની મતગણતરી તા.૨ માર્ચના રોજ અનુસુચિ-૧ તથા ૨ દર્શાવેલ સ્થળોએ રાખવામાં આવેલી છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની મત ગણતરી ક્યાં થશે?

અ.નં. તાલુકાનું નામ મતગણતરીનું સ્થળ

૧. આણંદ ડી.એન.હાઇસ્કૂલ, આણંદ

૨. ઉમરેઠ સેંટ ઝેવિયર્સ સ્કૂલ (ગુજરાતી મીડિયમ), ઉમરેઠ

૩. બોરસદ જે.ડી.આર કન્યા વિદ્યાલય તથા જે.ડી.પટેલ હાઈસ્કૂલ, બોરસદ

૪. આંકલાવ આંકલાવ હાઇસ્કૂલ, આંકલાવ

૫. પેટલાદ ન્યુ એજ્યુકેશન હાઇસ્કૂલ (સાયન્સ) તથા પ્રાયમરી વિભાગ, મુ.પેટલાદ

૬. સોજિત્રા એમ.એમ.હાઇસ્કૂલ, સોજિત્રા

૭. ખંભાત શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઇસ્કૂલ તથા શ્રી એસ.કે.વાઘેલા, ઇંગ્લિશ સ્કૂલ, ખંભાત

૮. તારાપુર એફ.કે.અમીન હોલ, સાર્વજનિક હાઇસ્કૂલ, તારાપુર

નગરપાલિકાઓની મત ગણતરીઓ ક્યાં થશે?

અ.નં. તાલુકાનું નામ મતગણતરીનું સ્થળ

૧. આણંદ સરદાર પટેલ બેંક્વેટ હોલ, ડી.ઝેડ. પટેલ હાઇસ્કૂલ સામે, આણંદ

૨. ઉમરેઠ નગરપાલિકા ટાઉન હોલ, બ્રહ્માકુમારી પાસે, ઓડ બજાર પાસે, ઉમરેઠ

૩. બોરસદ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બોરસદ

૪. પેટલાદ સ્વામી સચ્ચિદાનંદ પ્રાર્થના હોલ, એન.કે.હાઇસ્કૂલ, પેટલાદ

૫. ખંભાત શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ તથા શ્રી શ્રેયસ વ્યાયામ શાળા, ખંભાત

૬. સોજિત્રા સી.બી.પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સોજિત્રા

૭. કરમસદ કે.જી.હોલ, સી.જે.પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કરમસદ

ચૂંટણી એજન્‍ટની હાજરીમાં ઈફસ્ સ્‍ટ્રોંગરૂમમાં મૂકાયાં

આણંદ અને નડિયાદ જિલ્લામાં મત ગણતરી માટે નિશ્ચિત કરેલાં અલગ-અલગ સ્થળે ઉમેદવારો અને તેમનાં ચૂંટણી એજન્‍ટની હાજરીમાં ઈફસ્ સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્‍યા છે. મત ગણતરી કેન્દ્ર ખાતે પેરામિલિટરી સહિત પોલીસનો ચૂસ્‍ત બંદોબસ્‍ત રાઉન્‍ડ ધી કલોક ગોઠવાયો છે. એટલું જ નહીં મત ગણતરી કેન્દ્ર ખાતે સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

ખેડા જિલ્લાની ચૂંટણીના પરિણામ તાલુકા કક્ષાએથી જ જાહેર થશે

નડિયાદ : ખેડા જિલ્લામાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની મત ગણતરી જે-તે તાલુકા કક્ષાએ જ હાથ ધરાશે. નડિયાદ નગર પાલિકાની મતગણતરી આઈ.બી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવશે. નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા પાલિકા અને નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને વસો તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીની મતગણતરી બે દિવસ બાદ જે-તે તાલુકા કક્ષાએ જ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નડિયાદ પાલિકાની મતગણતરી આઈ.વી. પટેલ કોમર્સ કોલેજ, કપડવંજ માટે શેઠ એમ.પી. હાઈસ્કૂલ, કણજરીમાં મહાત્મા ગાંધી વિદ્યાલય, કઠલાલમાં શેઠ એમ.આર. હાઈસ્કૂલ અને ઠાસરામાં જે.એમ. દેસાઇ હાઈસ્કૂલમાં થશે. આ ઉપરાંત નડિયાદ તાલુકા પંચાયતની ગણતરી બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલ, માતર માટે એન.સી. પરીખ હાઈસ્કૂલ, ખેડાની એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલ, મહેમદાવાદમાં શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં એમ.ડી. શાહ કોમર્સ એન્ડ બી.ડી. પટેલ આર્ટ્‌સ કોલેજ, ઠાસરામાં ભવન્સ કોલેજ, ગળતેશ્વર તાલુકા પંચાયતનું ધી મોર્ડન હાયર સેકન્ડરી હાઈસ્કૂલ, સેવાલિયા અને વસો તાલુકા પંચાયતની મતગણતરી એ.જે. હાઈસ્કૂલ ખાતે યોજાશે.