અમદાવાદ-

ગુજરાતના પોલીસ વડા શિવાનદં ઝા એ રાજયની પોલીસ માટે સોશ્યલ મિડીયાના ઉપયોગ સબંધિત કેટલીક સૂચનાઓ આપી છે અને તેના ભગં કે ઉલ્લંઘન બદલ તપાસ કરી સજાની જોગવાઇ કરી છે. પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓએ ફરજ દરમ્યાન સત્તાવાર અથવા તો ખાનગીમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઇએ તેવી સૂચના એક પરિપત્ર દ્રારા પોલીસ વડાએ આખા રાજયની પોલસીસને આપી છે.

આ સૂચનાઓનું પાલન સોશ્યલ મિડીયાની તમામ નેટવકિગ સાઇટસ જેવી કે ફેસબુક, ટિટર, વોટસઅપ અને ટેલિગ્રામના ગ્રુપ્સ તેમજ યુટુબમાં કરવાનું રહેશે. શિવાનદં ઝા એ કહ્યું છે કે સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરવા માટેની આચારસંહિતાનું પાલન થવું જોઇએ કેમ કે પોલીસ દળના સભ્યો એવું કઇં પોસ્ટ ન કરે કે જેથી કાયદા દ્રારા લાદવામાં આવેલા નિયંત્રણનું ઉલ્લંઘન થાય નહીં. પોલીસ ઓફિસરો અને કર્મચારીઓને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ કે પોસ્ટ કરતાં, ફોરવર્ડ કરતાં કે રિટિટ કરતાં આઇટી સુધારા કાયદાનું ઉલ્લંઘન થાય નહીં. 

પોલીસે સોશ્યલ મિડીયામાં બિન રાજકીય રહેવું. ફરજો સબંધિત મુદ્દાઓ પર જાહેર ટિપ્પણી કરવી નહીં. શિષ્ટ્ર અને વિશ્વાસુ રહેવું જોઇએ. કાર્ય સંશાધનોના ઉપયોગનો નિષેધ રાખવો પડે. સોશ્યલ મિડીયામાં ઉપયોગ કરેલી ભાષામાં શિષ્ટ્રાચાર હોવો જોઇએ. પોલીસે રાજકીય નિવેદન આપવા નહીં તેમજ કોઇ રાજકીય પાર્ટીની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું નહીં. 

એટલું જ નહીં પોલીસ સ્ટાફ કોઇપણ એવા ગ્રુપમાં સભ્ય ન હોવા જોઇએ કે જે ધર્મ, જાતિ, પેટા જાતિ કે સમાજના ચોક્કસ વર્ગના હેતુ માટે ઝૂંબેશ ચલાવતું હોય, માત્ર આઇબીના સ્ટાફને ઉપલા અધિકારી પાસેથી અગાઉથી મેળવેલી મૌખિક અથવા લેખિત મંજૂરી સાથે આ બાબતે મુકિત આપવામાં આવી છે. 

ફરજોના સબંધમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરી પોલીસ વિભાગ અથવા સરકારની ટીકા કરતી ટિપ્પણી કરતી પોસ્ટ કરવી ન જોઇએ. પોલીસ સ્ટાફે સબંધિત કોઇ ફરિયાદ અંગેની પોસ્ટ કરવી નહીં. આ મિડીયાનો ઉપયોગ યારે સત્તાવાર હેતુ માટે કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ વ્યકિતગત અભિપ્રાયો વ્યકત કરવા માટે થવો જોઇએ નહીં. ખાનગી હેતુ માટે આ મિડીયાનો ઉપયોગ કરતી વખતે પોલીસના સભ્યોએ સ્પષ્ટ્ર કરવું આવશ્યક છે કે તેઓએ ગુજરાત સરકારની પ્રવૃત્તિ સબંધિત કોઇપણ ટિપ્પણી સત્તાવાર નથી અને તે વ્યકિતગત અથવા અંગત છે. 

ફરજ નિયુકત અધિકારીઓ જ સોશ્યલ મિડીયા પર મોટા ગુનાઓ અને કાયદો વ્યવસ્થાની ઘટનાઓ, મહત્વપૂર્ણ તપાસ, જી અને પોલીસની અન્ય નોંધપાત્ર સિદ્ધિઓની માહિતી જાહેર કરવાની રહેશે. સેવા વિષયક બાબતે કોઇ અભિપ્રાય આપવો નહીં. ગુનાહિત કેસોની તપાસ માટે વપરાતા પોલિસીંગ અને તકનિકી માધ્યમનો ખુલાસો સોશ્યલ મિડીયાં કરવાનો નથી. રાષ્ટ્ર્રીય સુરક્ષા જોખમમાં હોવાના કિસ્સામાં કોઇ માહિતી શેર કરવી નહીં. કોઇપણ ઓપરેશન હાથ ધરવાની મોડલ ઓપરેન્ડી જાહેર કરવી નહીં. 

સોશ્યલ મિડીયાનો સત્તાવાર તેમજ ખાનગી ઉપયોગ કરતી વખતે એવી પ્રવૃત્તિ કરવી નહીં કે જેનાથી જાહેર અધિકારીની તેમની સ્થિતિને પ્રતિકૂળ અસર કરે અથવા તો પોતાને અને અન્ય સરકારી વિભાગને બદનામ કરી શકે. આ ગાઇડલાઇનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓએ સોશ્યલ મિડીયામાં જોડાવા માટે સરકારી કાર્ય સંશાધનોનો ઉપયોગ કરવો નહીં. ઓફિશિયલ ઇન્ટરનેટ સેવા અને ઓફિશિયલ મોબાઇલનો ઉપયોગ કરવો નહીં. 

આ ઉપરાંત બંદોબસ્ત, ટ્રાફિક ફરજ જેવા સક્રિય ડુટીના કલાકો દરમ્યાન ગુજરાત પોલીસના સભ્યોએ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરવાનું સખ્ત રીતે ટાળવું જોઇએ. રાજયના પોલીસ વડાએ સૂચના આપી છે કે તમામ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓએ આ સૂચનાની વિરૂધ્ધ કોઇ કામ કયુ તો તેમની સામે કાયદેસર તેમજ ખાતારાહે પગલાં લેવામાં આવશે