ડીસા -

ખેડૂતોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડી હતી. આ ગેંગમાં એક મહિલા અને ત્રણ પુરૂષ મળી ચાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં રીક્ષામાં ખેડૂતોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાથી ડીસા નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ આર ઓઝાના મમાર્ગદર્શન હેઠળ આ ગેંગને ઝડપી પાડવા માટે અવાર નવાર વાહન ચેકિંગ કરવાની સુચના આપાઈ હતી. આથી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ બીવી પટેલે વાહન ચેકિંગની સૂચના આપી હતી જે અંતર્ગત શુક્રવારે મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખેડૂતોને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈહ તી. ઝડપાયેલા આરોપીઓમાં ગંગાબેન મુકેશભાઇ બાબુભાઇ દંતાણી ( દેવીપુજક) રહે હાલ.કાણોદર તા.પાલનપુર, દિપકભાઇ છનાભાઇ દેવીપૂજક રહે.પાલનપુર, ચેતનભાઇ બાબુભાઇ ઠાકોર રહે. પાલનપુર અને પાયલબેન મુકેશભાઇ દંતાણી રહે હાલ. કાણોદરને ઝડપી લીધા હતા. ડીસા ઉત્તર પોલીસ મથકે રૂ.૨૯,૦૦૦ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે પૈકી પોલીસે રૂપિયા.૧૪,૪૫૦ રીકવર કર્યા હતા જ્યારે એક મોબાઇલ કિં. રૂ.૩૦૦૦ તથા ગુનામાં વપારેલ રીક્ષા નંબર જીજે-૦૮-એટી-૫૦૭૮ એમ કુલ રૂ.૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૬૭,૪૫૦ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.