બનાસકાંઠાસ

ગુજરાત કોંગ્રેસના બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત કોંગ્રેસ હચમચી ગયું છે. તાજેતરમાં ભરતસિંહ સોલંકીનો પણ કોરોના રિપોર્ટ આવ્યો હતો.જે હજુ હોસ્પિટલમાંમાં સારવાર હેઠળ છે. ત્યાંજ વધુ એક મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કોરોના રિપોર્ટથી ગુજરાત કોંગ્રેસમાં ખડભાળટ મચી ગયો છે.

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જનતાના પ્રતીનિધીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ચાર નેતાઓ પોઝિટિવી થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. વાવ અને ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોનાના લક્ષણો જણાતા તેમને ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ બાદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તેમને સેવાર માટે અર્થે ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા હતા.