વડગામ : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ અને મેમદપુર જિલ્લા પંચાયત સીટના સદસ્ય અશ્વિનભાઈ સકસેનાએ પોતાના ૪૫મા જન્મ દિવસને સેવાદિન તરીકે ઉજવવા માટે જલોત્રા ગામના રામદેવપીર મંદિર ખાતે  લોક જાગ્રૃતિનો એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સરકારની આર્ત્મનિભર, અનુસૂચિત જાતિ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી  દિપકભાઇ પંડયા તથા અશ્વિનભાઈ સકસેનાએ પુરી પાડી હતી.સરકારના આ નિગમો દ્વારા આર્ત્મનિભર બનવા માટે રાજ્ય સરકારની સરાહનિય યોજનાઓના લાભ લેવા લોકોને  હાકલ કરી હતી.વડગામ તાલુકાના અનુસૂચિત જાતિના ગરીબ અને જરૂરિયાતમંદ પાંચ લોકો જે કાનથી સાંભળી ન શકતા હોય તેવા વયોવૃધ્ધ લોકોને મશીન આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અશ્વિનભાઈ સકસેના દ્વારા પ્રકૃતિના ખોળે જલોત્રાના કરમાવાદ ખાતે  રહેતા આદિવાસી ભુલકાઓ સાથે કેક કાપી જન્મદિનની ઊજવણી કરી હતી.આ બાળકોને માસ્ક તથા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જલોત્રા ગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ ,ભાજપના યુવા મોરચાના પ્રમુખ કામરાજભાઈ પટેલ,અનુસૂચિત જાતિ મોરચાના  પ્રમુખ રાજુભાઇ પરમાર,  દિપક પંડ્યા,રાહુલ કોઈટીયા ઉપસ્થિત રહ્યા હતા.