બનાસકાંઠા-

કાણોદર ગામમાં ઈન્ડેન ગરાસિયા ગેસના ગોડાઉન સામે આવેલા બંધ ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. અહીં શંકાસ્પદ બાયોડિઝલ હોવાનું જણાતા સરકારની ગાઈડલાઈન મુજબ તાલુકા પોલીસ પાલનપુર મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે મળીને આ ઓપરેશન કર્યું હતું. જોઈન્ટ સીઝિંગ ઓપરેશન દ્વારા કાણોદરમાં આવેલા ગોડાઉનના માલિક અશરફ જીવાભાઈ સોલંકીના કબ્જામાંથી ગેરકાયદેસર 8200 લીટર બાયોડિઝલયુક્ત પેટ્રોલિયમ પદાર્થ કબજે કર્યો હતો. પોલીસે કુલ રૂ. 4,49,200નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોઈન્ટ રેડિંગ ટીમ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ તપાસણી માટે એફએસએલમાં મોકલી આપી ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું.બનાસકાઠાના પાલનપુર તાલુકામાં આવેલા કાણોદરમાં ગામમાં પોલીસે રૂ. 4,49,200ની કિંમતનું 8200 લીટર બાયોડિઝલ જપ્ત કર્યું છે. આ સાથે જ ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું હતું. ગામમાં શંકાસ્પદ બાયોડિઝલ ઝડપી પાડવા માટે પોલીસ અને પૂરવઠા વિભાગે સંયુક્ત ઓપરેશન કર્યું હતું.