સુરત-

સગીર વયની સાળી સાથે દુષ્કર્મ આચરી પાંચ માસની ગર્ભવતી બનાવનારા બનેવીને અત્રેની અદાલતે તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. સાળી સાથે કુકર્મ આચર્યા બાદ ભાંડો ફૂટી જતાં ‘મારે જે કરવાનું હતું તે કરી લીધું, હવે તમારાથી થાય તે કરી લ્યોપ’ કહી જમાઇએ ઉદ્ધત વર્તન કરી સાસરિયાંઓને ધમકી પણ આપી હતી. ચોરી ઉપરથી સિનાજાેરી કરનારા જમાઇને પાઠ ભણાવવા સાસુએ જ તેની વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થયા બાદ એક વર્ષના ટૂંકાગાળામાં જ કોર્ટે ટ્રાયલ પૂર્ણ કરી ભોગ બનનાર પરિવારની બે દીકરીઓની જિંદગી બરબાદ કરનારા આરોપીને સજા ફટકારી હતી. મૂળ બિહારના ભાગલપુર જિલ્લાનો વતની ડબલુસિંગે વિરુદ્ધ સુરત શહેરના પનાસ ગામ ખાતે રહેતી તેની સાસુએ જ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ડબલુસિંગ ભોગ બનનાર પરિવારની મોટી પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની સાસરે નિયમિત અવરજવર રહેતી હતી. પત્ની સાથે અવારનવાર સાસરે આવતા આરોપી ડબલુસિંગની દાનત તેની સગીર વયની સાળી ઉપર બગડી હતી. દરમિયાન ડિસેમ્બર ૨૦૧૮ની તા. ૧૨મીએ ડબલુસિંગ તેના સાસરે ગયો હતો. ઘરે પરિવારના મોભીઓ હાજર ન હતા. ઘરે તેના નાના સાળા અને ૧૪ વર્ષીય સાળી હાજર હતી. પરિવારના મોભીની ગેરહાજરી વચ્ચે સાળીને જાેઇ તેના મનમાં વાસનાનો કીડો સળવળી ઊઠયો હતો. આ સાથે જ સાળાને ઘરની બહાર ચીજવસ્તુ લેવા મોકલી સાળીને લીબું શરબત બનાવવા કહ્ય્šં હતું. સાળીની નજર નહીં પડે તે રીતે લીંબુ શરબતમાં તેણે ઘેની પદાર્થ ભેળવી દીધો હતો. આ શરબત તેણે પોતાની સાળીને પીવડાવી બેહોશ કરી તેણી પર બળાત્કાર ગુર્જાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતી પીડિતા જ્યારે હોંશમાં આવી ત્યારે પોતાની હાલત જાેઇ હોંશકોંશ ગુમાવી બેઠી હતી. બનેવી દ્વારા જ પોતાની ઉપર દુષ્કર્મ ગુજારાયો હોવાનું જાણી સૂનમૂન થઇ ગઇ હતી. થોડા દિવસો બાદ સગીરાના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવી ગયું હતું.

આ અંગે ચિંતિત થયેલી તેની માતાએ પીડિતાની પૂછપરછ કરતા વાસનાલોલુપ જમાઇનો ભાંડો ફૂટી ગયો હતો. અચાનક પીડિતાને ઊલટી શરૂ થઇ હતી. તાવ આવ્યો હતો. જેની સારવાર માટે તેણીને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાઇ હતી. અહીં સોનોગ્રાફી દરમિયાન પીડિતાને પાંચ માસનો ગર્ભ હોવાની હકીકત બહાર આવી હતી. જમાઇએ જ સગીર વયની સાળી સાથે કુકર્મ આચર્યું હોય પરિવારની આબરૂ દાવ ઉપર લાગી હતી. આ બાબતે જમાઇને ઠપકો આપતા શેતાન એવા આરોપી ડબલુસિંગ સુરેન્દ્રસિંગે તેના સસરાને ફોન ઉપર ‘મારે જે કરવાનું હતું તે કરી લીધું, હવે તમારાથી થાય તે કરી લ્યોપ કહી ધમકી આપી હતી. આ સાથે જ જમાઇને પાઠ ભણાવવા ડબલુસિંગની સાસુએ જ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.