બાંગ્લાદેશ-

બાંગ્લાદેશની કોર્ટે એક બિનસાંપ્રદાયિક પ્રકાશકની હત્યાના કેસમાં દોષી ઠરેલા આઠ ઇસ્લામિક કટ્ટરવાદીઓને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે જ એક સૈન્ય અિધકારીને હટાવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. 2015માં આ કટ્ટરવાદીઓએ એક પ્રકાશકની હત્યા કરી હતી, જેનો દોષ માત્ર એટલો જ હતો કે તેણે નાસ્તિક્તા અને બિન સાંપ્રદાયિક્તા પર પુસ્તકો પ્રકાશીત કર્યા હતા. 31મી નવેમ્બર 2015ના રોજ આઠ ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ઠાકામાં શાહાગ વિસ્તારમાં આવેલા જગરિતી પ્રકાશનના માલિક પ્રકાશક ફૈઝલ અરેફિનને તેની જ ઓફિસમાં ઘુસીને ફાંસીએ લટકાવી દીધા હતા.

આ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને બાંગ્લાદેશની એન્ટી ટેરેરિઝમ સ્પેશિયલ ટ્રિબ્યૂનલના જજ મોહમ્મદ મોજિબુર રેહમાને ફાંસીની સજા ફટકારી હતી. આ બધા જ ઇસ્લામિક કટ્ટરવાદીઓ આતંકી સંગઠન અનસર અલ ઇસ્લામિક સાથે જોડાયેલા છે.જજે કહ્યું હતું કે જ્યાં સુધી આ અપરાધીઓનું મોત ન થાય ત્યાં સુધી તેમને ફાંસીએ લટકાવી રાખવામાં આવે. સાથે જ આ પ્રકારના અપરાધને અત્યંત જઘન્ય પણ માનવામાં આવ્યો હતો. ઢાકાની આ કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે અત્યંત સુરક્ષા વચ્ચે અપરાધીઓને લાવવામાં આવ્યા હતા. બાંગલાદેશમાં 2015માં પણ ચાર નાસ્તિક બ્લોગરની હત્યા કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વધી જતા ત્યાં રહેતા બિન સાંપ્રદાયિકો અને નાસ્કિતો વચ્ચે હાલ ભયનો માહોલ છે અને ખુલ્લેઆમ હત્યાઓ થવા લાગી છે. જેને રોકવામાં બાંગ્લાદેશની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.