વડોદરા, તા.૧૫

સમગ્ર દેશના અંદાજે દશ લાખ જેટલા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની સાથોસાથ વડોદરાના પણ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ બે દિવસની હડતાળમાં જાેડાયા હતા. જેને લઈને કરોડો

રૂપિયાનું ક્લિયરિંગ અટવાઈ જવા

પામ્યું છે. આજે વડોદરા ખાતે જાહેર ક્ષેત્રની બેંકોના રાષ્ટ્રીયકરણ મામલે કર્મચારીઓએ દેખાવો -સૂત્રોચ્ચાર યોજીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવાને માટે અકોટા- દાંડિયા બજાર બ્રીજ પર અંદાજે બે કિલોમીટર જેટલી લાંબી માનવ સાંકળ રચી હતી.તેમજ પ્લે કાર્ડ દર્શાવીને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણનો વિરોધ નોંધાવ્યો હતો. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક એમ્પલોયઝના નેજા હેઠળ તમામ યુનિયનોએ એક સાથે આ બે દિવસીય હડતાળનું એલાન આપ્યું છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા રહ્‌સ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની પોલિસી ઘડાઈ રહી છે.એની સામે ઉગ્ર દેખાવો યોજીને વિરોધના સુર જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ ઉઠાવ્યા હતા.વડોદરા ખાતે અંદાજે છ હજાર જેટલા બેન્ક કર્મીઓ આ હડતાળમાં જાેડાયા હતા.જેને લઈને સમગ્ર સરકારીની સાથોસાથ ખાનગી બેંકોની ક્લિયરિંગની કામગીરી અટવાઈ પડી હતી. આ અગાઉ પણ બેન્ક કર્મચારીઓ કેન્દ્રની બેંકોના ખાનગીકરણની નીતિનો ઉગ્ર વિરોધ કરી ચુક્યા છે.તેઓના મતે જેઓ બેંકોના ડિફોલ્ટરો છે.એમના હાથમાં બેન્કોનો લાખો કરોડનો વહીવટ જતા મોટી આફત સર્જાશે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.એની સાથોસાથ છેવાડાના માનવી સુધી બેંકોની સુવિધાઓ પહોંચશે નહિ એવો ભય વ્યક્ત કરાયો છે.ખાનગી ક્ષેત્ર માત્ર ઉંચી નફાખોરી તરફ જ ધાયણ આપશે.જયારે સામાન્ય માનવીઓને માટે આવી બેંકોની સુવિધાઓ મેળવવાનું મુશ્કેલરૂપ બની જશે.એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.