મુંબઇ-

ભારતના બેન્કિંગ સેક્ટરની નોન પર્ફોર્મિંગ એસેટ્‌સ (એનપીએ) એટલે કે બેડ લોન માર્ચ ૨૦૨૧ના અંતે ૬૧,૧૮૦ કરોડ રૂપિયા ઘટીને ૮.૩૪ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓને આભારી છે, એવું નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડએ જણાવ્યુ છે.

માર્ચ ૨૦૨૦ના અંતે શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ પોતાની બેલેન્સ સીટ પર ૮.૯૬ લાખ કરોડ રૂપિયાની એનપીએ દર્શાવી હતી.કોમર્શિયલ બેન્કો દ્વારા વૈશ્વિક માપદંડો અનુસાર તણાવગ્રસ્ત સંપત્તિઓ, એનપીએ અને ગ્રોસ એનપીએ માટે પારદર્શક ધારાધોરણો અપનાવતા રિઝર્વ બેન્કના આંકડા મુજબ માર્ચ-૨૦૧૫ના અંતે બેન્કિંગ સેક્ટરની બેડ લોન ૩,૨૩,૪૬૪ કરોડ રૂપિયાથી વધીને માર્ચ-૨૦૧૮ના અંતે ૧૦,૩૬,૧૮૭ કરોડ રૂપિયા થઇ હતી. જાે કે ત્યારબાદ એનપીએસની સમસ્યા હળવી કરવા માટે રિઝોલ્યુશન, રિકેપિટલાઇઝેશન અને રિફોર્મ્સની કાર્યવાહીઓના પરિણામ બેન્કિંગ સેક્ટરની એનપીએ ઘટીને માર્ચ ૨૦૧૯ના અંતે ૯,૩૩,૭૭૯ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૨૦ના અંતે ૮,૯૬,૦૮૨ કરોડ રૂપિયા અને માર્ચ ૨૦૨૧ના અંતે ૮,૩૪,૯૦૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

ઉલ્લેખનિય છે કે, માર્ચ ૨૦૧૮ના અંતે જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ ૮,૯૫,૬૦૧ કરોડ રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી હતી. જાે કે ત્યારબાદ પ્રોવિઝનલ ડેટા મુજબ તબક્કાવાર ઘટીને માર્ચ ૨૦૧૯ના અંતે ૭,૩૯,૫૪૧ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૨૦ના અંતે રૂ. ૬,૭૮,૩૧૭ કરોડ અને માર્ચ ૨૦૨૧ના અંતે ૬,૧૬,૬૧૬ કરોડ રૂપિયા રહી ગઇ છે.મંત્રીએ જણાવ્યુ કે, નેટ એનપીએમાં શરૂઆતમાં તબક્કાવાર વધારો થયો હતો, જેમાં માર્ચ ૨૦૧૪ના અંતે ૧,૨૪,૦૯૫ કરોડ રૂપિયા હતી જે વધીને માર્ચ ૨૦૧૫ના અંતે ૨,૧૪,૫૪૯ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૧૬ના અંતે ૩,૨૪,૩૭૨ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૧૭ના અંતે ૩,૮૨,૦૮૭ કરોડ રૂપિયા અને માર્ચ ૨૦૧૮ના અંતે ૪,૫૪,૨૨૧ કરોડ રૂપિયાની ઉંચાઇએ પહોંચી ગઇ હતી. જાે કે ત્યારબાદના વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં નેટ એનપીએ માર્ચ ૨૦૧૯ના અંતે ઘટીને ૨,૮૪,૬૮૯ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૨૦ના અંતે ૨,૩૧,૫૫૧ કરોડ રૂપિયા અને માર્ચ ૨૦૨૧ના અંતે ૧,૯૭,૩૬૦ કરોડ રૂપિયા નોંધાઇ છે.