મુંબઈ-

બજેટ રજૂ થવાને આડે હવે માંડ ગણતરીના કલાકો બાકી છે ત્યારે, સામાન્ય માણસોના મગજમાં બજેટની લાભકારી કે નુકસાનકારી જોગવાઈઓ બાબતે અનેક સવાલો રમતા રહે છે. કેટલાક બજેટની જોગવાઈઓ લાગુ થાય એ પહેલાં પોતાના કેટલાંક મહત્વના આર્થિક નિર્ણયો લઈ લેવા ઉતાવળા થતાં હોય છે. આવા સમયમાં બેંકના કામો ખુબ મહત્વના થઈ પડતાં હોવાને પગલે તમારે ચાલુ માસે બેંક હોલિડેઝનો પણ ખ્યાલ રાખવો પડશે. તો આ યાદી તમારા મગજમાં ફીટ કરી દેજો. ચાલુ માસમાં માત્ર 28 દિવસો છે, ઉપરાંત 8 દિવસ બેંકો બંધ રહેવાની હોવાથી તમારે કામના દિવસો ખૂબ મહત્વના થઈ પડે છે. કયા દિવસે બેંક બંધ રહેશે તેના પર એક નજર-

7/2/2021 પહેલો રવિવાર હોવાથી બેંક બંધ

13/2/2021  બીજો શનિવાર હોવાથી બેંક બંધ 

14/2/2021  રવિવાર હોવાથી બેંક બંધ 

16/2/2021   મંગળવાર - વસંત પંચમી - હરિયાણા, ઓડિસા, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બેંક હોલિડે

19/2/2021  શુક્રવાર - છત્રપતિ શિવાજી મહારાજ જયંતી - મહારાષ્ટ્રમાં બેંક હોલિડે

21/2/2021  ત્રીજો શનિવાર હોવાથી બેંક હોલિડે

27/2/2021  ચોથો શનિવાર - ગુરુ રવિદાસ જયંતી - ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં બેંક હોલીડે

28/2/2021  રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.