વડોદરા, : શહેરના મુજમહુડા પાસે આવેલ કોલસેન્ટરમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મહિલા કર્મચારીએ એક મહિનાના નોટીસ પિરીયડ આપીને નોકરી છોડી હતી. તે છતાં પણ માલિક દ્વારા માર્ચ મહિનાથી વેતન ન આપતા મહિલાએ અભયમની મદદ લેવી પડી હતી. ત્યારે માલિકનું યોગ્ય કાઉન્સીલીંગ કરીને મહિલા કર્મચારીને છ હજાર જેટલી રકમ અપાવી હતી.

મકરપુરા વિસ્તારમાં રહેતી બે બાળકોની માતા પરીવારનું ગુજરાન ચલાવવા માટે મુજમહુડા પાસે આવેલા કોલસેન્ટરમાં ફરજ બજાવતી હતી. પરતું કાર્યના સ્થળે પ્રાથમિક જરુરીયાતની સુવિધા ન હોવાના કારણે એક મહિનાનો નોટીસ પિરીયડ આપીને ગત તા. ૩ માર્ચ નારોજ મહિલાએ નોકરી છોડી હતી. ત્યારબાદ થોડા સમય પછી તેણે તેના વેતનની માંગ કરતા માલિકે વેતન આપવાની ના પાડીને મહિલા કર્મચારીનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. જાે મહિલા અન્ય નંબર પરથી કોલ કરે તો તેને ઘાક-ઘમકી આપીને અપમાનિત કરવામાં આવતી હતી. છેલ્લા બે મહિનાથી પેતાના વેતન માટે વલખા મારતી મહિલાએ આખરે અભયમની મદદ મેળવીને માલિક પાસેથી છ હજાર જેટલી રકમ અપાવી હતી.