બાર્સેલોના

રાફેલ નડાલે તેના ૧૧૧ માં ક્રમાંકિત વિરોધી સામે ત્રણ સેટમાં જીત મેળવીને બાર્સેલોના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના આગલા રાઉન્ડમાં આગળ વધ્યો હતો જ્યારે કથિતપણે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ફેબિયો ફોગનિનીને અયોગ્ય ઠેરવ્યો હતો.

ફોગનિનીની ત્યારબાદ સ્પેનના ક્વોલિફાયર જપતા મીરાલેસ સામે ૬-૬, ૪-૪ થી પાછળ હતો ત્યારે લાઇન જજે ચેર અમ્પાયરને કહ્યું કે ઇટાલિયન નવ માં ક્રમાંકિત ખેલાડીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.ફોગ્નીનીએ આ વાતનો ઇનકાર કર્યો હતો અને જ્યારે તેઓને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા ત્યારે નિરાશ થયા હતા. ગુસ્સામાં તેણે પોતાનું રેકેટ પણ તોડી નાખ્યું હતું.


નડાલે ધીમી શરૂઆત બાદ પાછા ફરીને કલે કોર્ટ પર આ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બેલારુસ ના ઇલ્યા ઇવેસ્કાને ૩-૬,૬-૨,૬-૪ થી હરાવ્યો. સ્પેનિયાર્ડ પ્રથમ બે ગેમ હારી ગયો અને ત્રીજી ગેમમાં તેની પણ સર્વિસ બચાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેણે સારો દેખાવ કર્યો અને બીજો સેટ સરળતાથી જીતી લીધો અને ત્રીજા સેટની શરૂઆતમાં બ્રેક પોઇન્ટ મળ્યો.

બે વખતના બાર્સિલોના ચેમ્પિયન નડાલનો મુકાબલો હવે પછી જાપાનના કેઇ નિશીકોરી સાથે થશે, જેણે ચિલીના ક્રિશ્ચિયન ગેરીનને ૭-૬ (૫), ૪-૬, ૬-૧થી હરાવ્યો હતો.નડાલ ગયા અઠવાડિયે મોન્ટેકાર્લો માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો. રુબલેવે પોતાનું સારું ફોર્મ ચાલુ રાખ્યું અને બાર્સિલોનામાં ફેડરિકો ગાયોને ૬-૪, ૬-૩ થી હરાવીને આગળના રાઉન્ડમાં આગળ વધ્યો.

મોન્ટેકાર્લો ફાઇનલમાં રુબલેવને પરાજિત કરનાર બીજા ક્રમાંકિત સ્ટીફનોસ સિટીસિપ્સે સ્પેનના જૌમ મુનાર સામે ૬-૦, ૬-૨ થી જીત મેળવી હતી.છઠ્ઠા ક્રમાંકિત પાબ્લો કેરેનો બુસ્તાએ ઓસ્ટ્રેલિયાના જોર્ડન થોમ્પસનને ૬-૪, ૬-૦ થી હરાવ્યો જ્યારે કેનેડાના ફેલિક્સ અગુર અલિયાસિમે ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને ૪-૬,૬-૩, ૬-૦ થી હરાવ્યો. ડિએગો શ્વાર્ટઝમેને પહેલો સેટ ગુમાવ્યા બાદ બાઉન્સ કર્યું અમેરિકાના ફ્રાન્સિસ ટાઇફોઉને ૩-૬, ૭-૫,૬-૧ થી હરાવ્યો હતો.