બારડોલી, રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકામાં સવારે સાત કલાકથી ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે સવારથી જ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ સાથે મતદાન કરવામાં સામાન્ય જનતાની સાથે વર-વધૂ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યાં હોય તેમ મતદાન કરી રહ્યાં છે. સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બારડોલીની બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. બારડોલીની દીપાલી અને રિદ્ધિ બે બહેનોના આજે લગ્ન છે પણ તે પહેલા મતાધિકારને પ્રાથમિકતા આપી હતી. આ બહેનો પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવી હતી. અને મતદાન કરીને ઘણી જ ખુશ લાગી રહી હતી. તેબારડોલી નગરની ૩૬ બેઠકો માટે ૫૦ હજાર થી વધુ મતદારો મતદાન કરનાર છે. તાલુકાની ૨૨ બેઠકો પેકી બેઠક બિન હરીફ થતા ૨૧ બેઠકના ૧૩૪ બુથ ઉપર મતદાન થવાનું છે. ૨૭૪ ઇવીએમ પણ રાખવામાં આવ્યા છે