વલસાડ, તા.૩૦ 

બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક ધરમપુર ની શાખા દ્વારા એક ગ્રાહક પર નાણાં રિકિવર માટે ફરિયાદ કરવા માં આવી છે પરંતુ બેન્ક દ્વારા કરવા માં આવેલ ફરિયાદ ને ઊંડાણ પૂર્વક તાપસ કરવા માં આવે તો આરોપી સાચો હોવાનું સ્પષ્ટ થાય છે.

કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈશ્વર પટેલના જમાઈ કલ્પેશ પટેલ આસુરા ખાતે ધરમપુર વાંસદા ના મુખ્ય માર્ગ પર શિવરુદ્ર પેવર એન્ડ ટાઇલ્સ નામે પેવર બ્લોક બનાવવનો વ્યવસાય કરે છે. તેમની પાસે થી મુસ્કાન એન્ટર પ્રાયસીસ ના પ્રોપાઈટર . ફિરદોસ દસ્તગીર ગેબી એ ૨૪/૧૧/૨૦૧૮ થી ૮/૧/૨૦૧૯ સુધી માં ૧૨૦ બ્રાસ જેટલો પેવર બ્લોક ની ઉધાર ખરીદી કરી હતી .ખરીદેલ માલ ના પેમેન્ટ ચૂકવવા માટે મુસ્કાન એન્ટર પ્રાઇસીઝ ના પ્રોપાઈટર ફિરદોઝ દાસ્તગીર ગેબી એ કલ્પેશ પટેલ ને વિશ્વાસ માં લઇ ૨૨/૩/૨૦૧૯ તારીખ નો બેન્ક નો રૂપિયા ૩, ૭૮૦૦૦ (ની રકમ ભરી ૦૪૦૦૧૪ નંબર નો ચેક લખી આપેલો હતો.કલ્પેશ પટેલે રૂપિયા મેળવવા માટે ૪/૬/ ૨૦૧૯ ના રોજ ધરમપુર શાખા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ચેક જમા કારવ્યુ હતું. ૧૨/૬/૨૦૧૯ ના રોજ ચેક ક્લિયર થઈ ગયો હતો.ચેક માં લખેલ રકમ રૂપિયા ૩,૭૮૦૦૦ ની રકમ શિવ રુદ્ર પેવર એન્ડ ટાઇલ્સ નામ ના એકાઉન્ટ માં જમા થઈ ગયો હતો.પ્રોપાઈટર કલ્પેશ પટેલે બે ત્રણ દિવસ બાદ જમા થયેલ રાશિ ઉપાડી લીધી હતી.હવે તારીખ ૫/૭/૨૦૧૯ ના રોજ બેન્ક ના કર્મચારી એ કલ્પેશ પટેલ ને ફોન કરી બેન્ક પર બોલાવી ચેક રિટર્ન નો મેમો આપી ઉપાડી લીધેલા નાણાં બેન્ક માં જમા કરવા જણાવતા કલ્પેશ પટેલ ના પગ નીચે થી ધરતી ખસી ગઈ હતી.