વડોદરા

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ -કૈટના ઈ-વે બિલની વિનાશકારી જાેગવાઈઓની સામે અપાયેલા રાષ્ટ્રીય આંદોલનના સમર્થનમાં બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ૨૬મીએ બુકીંગ બંધ રાખવા ર્નિણય લીધો છે.જેથી આ દિવસે ટ્રાન્સપોર્ટરોની ઓફિસો સંપૂર્ણપણે બંધમાં અને હડતાળમાં જાેડાઈને કૈટની હડતાળને ટેકો આપશે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો સાથે ઈ-વે બિલની સમસ્યા જાેડાયેલી હોઈ એને ટેકો જાહેર કર્યાનું બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોશિએશનના પ્રમુખ પિયુષ શર્માએ જણાવ્યું છે.

આ અંગે ઉમેર્યું છે કે, જીએસટી કાઉન્સિલ દ્વારા ઈ-વે બિલના કાયદામાં બિનવ્યવ્હારિક, અમાનવીય, અસંવેદનશીલ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતી જાેગવાઈઓ કરવામાં આવી છે. જેના વિરોધમાં તમામ સ્તરે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં સરકાર દ્વારા આ સમસ્યાઓનું આજદિન સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેને લઈને જીએસટીના જડ કાયદાઓના વિરોધમાં કૈટ દ્વારા ૨૬મી ફેબ્રુઆરીના રોજ ભારતભરમાં વેપાર બંધનું એલાન આપવામાં આવેલ છે. એના સમર્થનમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિએશન દ્વારા આ દિવસે એક દિવસને માટે ટ્રાન્સપોર્ટ બુકીંગ બંધની જાહેરાત કરી છે.એના અનુલક્ષમાં બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ટેકો જાહેર કરીને બુકીંગ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ઈ-વે બિલની જાેગવાઇઓમાં નજીવી ભૂલને માટે મોટી સજાઓ કરવાનું પ્રાવધાન કરાયું છે.એની સામે સમગ્ર વેપાર ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ ફેલાયો છે.જે સામુહિક આક્રોશ રૂપે પ્રગટ થઇ રહ્યો છે. નિર્દોષોને સજા સમાન આ કાળા કાયદાઓ દૂર કરવાની માગ કરાઈ છે.