વલસાડ, વાપી જીઆઇડીસી સ્થિત બીએસએનએલની ઓફિસમાંથી કુલ રૂ.૩૦,૯૨૦ની ચોરી કરી ફરાર થઇ જનાર આરોપીઓને એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી પડ્યા છે મંગળવારે વાપી જે-ટાઇપમાં આવેલ મોદીસન કંપનીની સામે ઝાડી વાળી ખુલ્લી જગ્યાથી આરોપી નટુ મણી નાયડુ, વિનોદ સિંગ ઉર્ફે ડામર રામકરણસિંગ ગુજ્જર બંને રહે.વાપી કોળીવાડ અને ક્રિષ્ણા પલીયા નાયર, નવાબઅલી ઉર્ફે ચીકના મહમદ ઇસ્લામ રહમાની, જનાબઅલી નસીબઉલ્લા સલમાની ત્રણેય રહે.છીરી ગાલામસાલા તેમજ અરબાજ હફીજઉલ્લા રહે.ગીતાનગર રામધારીની ચક્કીની પાછળની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ કબજે કર્યા હતા. બીએસએનએલ ઓફિસમાંથી ચોરીની સાથે વાપી સ્ટેશને ઉભેલ ન્યુ સ્પેશ્યલ દુરંતો ટ્રેનમાંથી ૧૮ બેટરીની ચોરીની કબૂલાત આરોપીઓેએ કરી હતી.