વડોદરા, તા.૫ 

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં એમ.એસ.યુનિ.ને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનુ નામ મોકલવામાં આવ્યુ હતુ.પરંતુ નવા નિયમો મુજબ ક્પેક્સ કોઉન્સિલમાં સભ્ય પદ આપી શકાય નહી તેમ જણાવી બીસીએ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવતા યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આજે યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓએ બીસીએના પુતળાનુ દહન કરીને વિરોધ કર્યો હતો.

બીસીએના વહિવટકર્તાઓ દ્વારા અંગત સ્વાર્થ માટે સર સયાજીરાવ ગાયકવાડની દેન એવી એમ.એસ.યુની.ને પ્રતિનિધિત્વ આપવા અસ્વીકાર કરવામાં આવ્યો હોંવાના આક્ષેપ સાથે યુનિ.ના વીપી,જી.એસ. તેમજ એજીએસયુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે,બીસીએ કોઈ ખાનગી પેઢી નથી બીસીએ પર વડોદરાની જનતાનો અધિકાર છે.રાજવી પરિવારે યુનિ.ની સ્થાપના સમયે બીસીએમાં જે સભ્ય પદ આપવામાં આવ્યુ હતુ તે વિદ્યાર્થીઓના હિત માટે આપવામાં આવ્યુ હતુ.જાે બીસીએમાં યુનિ.ને પ્રતિનિધિત્વ આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં યુનિ.નુ ડી.એન.હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામાં નહી આવે

તેમ જણાવ્યુ હતુ.