વડોદરા, તા.૧૨ 

બરોડા સિટિઝન્સ કાઉન્સિલ સંસ્થા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેકટમાં વડોદરા શહેર અને જિલ્લામાં ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ-ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીકરીના ઉછેર, શિક્ષણ અને દીકરીનું મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.

કિશોરીઓને ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણમાં સમાજમાં મળી રહે તે માટે વિવિધ સ્તરે સમુદાય સાથે સંવાદ કરાયા હતા. જેમાં બાલવાડી પ્રોજેકટ, સિટી ચાઈલ્ડ લાઈન, રેલવે ચાઈલ્ડ લાઈન, પ્રોગ્રામ આફટર સ્કૂલ સપોર્ટ પ્રોજેક્ટ અને રૂરલ ઈનિસેટિવ પ્રોજેકટ લુણા દ્વારા અનુક્રમે ગર્લ ચાઈલ્ડ પર નાટક અને રેખાચિત્રોમાં અદ્‌ભુત રંગપૂરણી, સમુદાયની જે બાળાઓ ઉચ્ચ અભ્યાસ કરીને આગળ આવેલ યુવાઓએ નવજન્મેલ બાળાઓને તુલસીનો છોડ આપીને તુલસી અને બાળાનું જતન કરવાનો સંદેશ પોતે પાંચ વર્ષ પછી ક્યાં હશે એ વિષય પર નિબંધ અને વક્તૃત્વ પ્રવૃત્તિ, પોસ્ટર અને સ્લોગન અને નવજન્મેલ ૧૮ બાળાઓને બેબીકિટ આપીને તેમના સુરક્ષિત બાળપણ માટે સરકારી યોજનાઓ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના અને વહલી દીકરી યોજના અંગે માહિતી અપાઈ હતી.