નવી દિલ્હી, તા.૩૧

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ રોહિત શર્માને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ૨૦૨૦ માટે નોમિનેટ કર્યો છે. જ્યારે ઇશાંત શર્મા, શિખર ધવન અને દીપ્તી શર્મા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે. ભારત સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલયે ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાનના પ્રદર્શનના આધારે સંબંધિત એવોર્ડ માટે આમંત્રણો માંગ્યા હતા. 

રોહિત શર્મા, વ્હાઇટ બોલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે. તે વર્ષ ૨૦૧૯માં આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયો હતો. તે ગયા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક જ એડિશનમાં ૫ સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો હતો. તે ્‌-૨૦માં ચાર સદી ફટકારનાર અને ટેસ્ટમાં ઓપનર તરીકેની ડેબ્યુ મેચમાં બંને દાવમાં સદી મારનાર પણ એકમાત્ર બેટ્‌સમેન છે. શિખર ધવન ડેબ્યુ પર સૌથી ઝડપી ટેસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ ધરાવે છે અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે ગોલ્ડન બેટ્‌સ (મોટા ભાગના રન માટે) જીતનાર વિશ્વનો એકમાત્ર બેટ્‌સમેન છે. તે વનડેમાં સૌથી ઝડપી ૨૦૦૦ અને ૩૦૦૦ રન કરનાર ભારતીય બેટ્‌સમેન છે. રમતના ત્રણેય ફોર્મેટ્‌સમાં રમનાર સૌથી યુવા ભારતીય ઇશાંત શર્મા, ભારતીય પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે. જ્યારે ઓલરાઉન્ડર દીÂપ્ત શર્માના નામે વુમન્સ વનડેની એક ઇનિંગ્સમાં સર્વાધિક રન કરવાનો રેકોર્ડ છે.