દુબઈ-

ભારતીય ક્રિકેટ બોર્ડ યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કાની ૩૧ મેચો દરમિયાન ખેલાડીઓ, સહાયક કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોના ૩૦,૦૦૦ થી વધુ આરટીપીસીઆર પરીક્ષણો કરશે. દુબઇ સ્થિત મેડિકલ કંપની વીપીએસ હેલ્થકેરને ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે ખેલાડીઓ, સ્પોર્ટ્‌સ મેડિસિન નિષ્ણાતો અને એર એમ્બ્યુલન્સ સેવાઓ આપવાની કટોકટીની તબીબી સેવાઓ પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ખેલાડીઓ કોઈપણ પ્રકારની કટોકટી માટે આઇપીએલના બાયો-બબલ (બાયો-સેફ એન્વાયર્નમેન્ટ) માંથી બહાર આવતા નથી, આ માટે મેડિકલ કર્મચારીઓને પણ ખેલાડીઓ સાથે બાયો-સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવશે.

આઇપીએલ ના બીજા તબક્કા દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ દર ત્રીજા દિવસે લેવામાં આવશે. છેલ્લી વખત ટુર્નામેન્ટ યુએઈમાં રમાઈ હતી ત્યારે દર પાંચમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો.