ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ 10 વર્ષ જુના કેસમાં વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) સામે મોટી વિજય મેળવી છે. 28 જૂન 2010 ના રોજ, BCCIએ WSG સાથેના ઓવરસીઝ મીડિયા રાઇટ્સ સાથેના IPLના કરારને સમાપ્ત કર્યો હતો.. આ વિવાદમાં ટ્રિબ્યુનલ સમક્ષ બોર્ડનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રઘુ રમને કહ્યું કે ચૂકાદાએ સાબિત કર્યું છે કે ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીએ WSG અધિકારીઓની સાથે મળીને BCCIની છેતરપિંડી કરી હતી. આ દગાબાજી અંગે બોર્ડે 2010 માં ચેન્નાઇ માં પોલીસ ફરિયાદ કરી હતી. જાણો શું છે આખો વિવાદ ?

મીડિયા અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુજાતા મનોહર, એમ શર્મા અને એસ.એસ. નિજ્જરના ટ્રિબ્યુનલે ક્રિકેટ બોર્ડના નિર્ણયને સમર્થન આપ્યું છે BCCI એ જૂન, 2010 માં WSG સાથેના કરારને IPLના વિદેશી મીડિયા અધિકાર અંગેના કરારને સમાપ્ત કર્યો હતો, જે રૂ. 425 કરોડની સુવિધા ફી ચૂકવવાના વિવાદને કારણે છે.

મોરિશિયસ સ્થિત WSGએ 15 માર્ચ, 2009 ના રોજ તત્કાલીન IPL કમિશનર લલિત મોદી સાથે સવારે 3 વાગ્યે આઈપીએલ મીડિયા અધિકાર પર હસ્તગત કર્યા હતા. ત્યારબાદ, સોનીએ WSG સાથે સુવિધા કરારને રદ કર્યો અને BCCIને 300 કરોડ ચૂકવવા સંમત થયા.WSG પાસેથી પુન:પ્રાપ્તિ પછી 125 કરોડ વધુ પરત આપવા પણ સંમત થયા. લલિત મોદીને હટાવ્યાના દસ વર્ષ બાદ, BCCIને મોટી રાહત મળી અને આ આર્બિટ્રલ એવોર્ડથી BCCIને એસ્ક્રો ખાતામાં પડેલા લગભગ 850 કરોડ રૂપિયા વાપરવાનો અધિકાર મળ્યો.