ગાંધીનગર-

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી ઓછી થતાં હવે સરકાર ધીમીધીમે અનલોક કરી રહી છે. ત્યારે સ્કૂલોમાં નવા સત્ર પહેલા શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાનો ર્નિણય લીધો છે. વિદ્યાર્થીઓમાં લર્નિંગ લોસ જાણવા નિદાન કસોટી લેવાશે. આગામી ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન સ્કૂલોમાં નિદાન કસોટી લેવાશે. ધો.૯ અને ૧૦માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની કસોટી આપવાની રહેશે, જ્યારે ધોરણ.૧૨ વિજ્ઞાનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત, બાયોલોજીની કસોટી રહેશે. તેવી રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ નિદાન કસોટી લેવાશે.

જાણવા મળી રહ્યું છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા અધ્યયન અને અધ્યાપનનું સ્તર જાણવા માટે ધોરણ.૯, ૧૦ અને ૧૨માં નિદાન કસોટી લેવાશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ ૯ની નિદાન કસોટી માટે ધોરણ ૮ ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો ૭ જુલાઈએ બોર્ડ દ્વારા ડ્ઢઈર્ંને મોકલવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૮ જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, ૧૦ થી ૧૨ જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. ૧૩ અને ૧૪ જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. ૩૦ જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે.નવા સત્ર પહેલા ધોરણ ૯, ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. જેમાં ધોરણ ૯ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૮ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ ૧૦ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૯ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે. ધોરણ ૧૧ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે નામાંના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ ૧૧ અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.