દિલ્હી,
રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે.
અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.
લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે.
મંત્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.
મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments