મહિસાગર-

રાજ્યમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે હવે તો કોરોનાના નો ઇલાજ કરનારા ડોક્ટરો પણ કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે પણ તેમ છતા સમાજના કેટલાક લોકો આ બિમારીને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.

રાજ્યમાં ભાજપ સત્તાધારી પક્ષ છે તેમની સરકાર છે અટલે ઘણી વાર પાર્ટીના સભ્યો તથા કાર્યકરો તેમની મનમાની કરતા જોવા મળે છે. ગઇ કાલે પણ મનમાની કરતો વિડિયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો.અને સત્તાધારી પક્ષની ઉંઘ ઉડાડી હતી.  હાલમાં કોરોના મહામારીને કારણે જાહેર સ્થળે બર્થડે ઉજવણી પર પોલીસ પ્રસાશને પાંબધી મુકી છે તેમ છતા  વીરપુરના એક યુવા ભાજપી કાર્યકરનો ગઇ કાલે જન્મદિવસ હોવાથી તેણ તેના મિત્રો સાથે જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી જોકે તલવારથી કેક કાપવા પર પણ પ્રતિબંધ છે અને અધુરામાં પુરુ ઉજવણીમાં બિયરની બોટલો પણ ખુલ્લેઆમ ઉડાવવામાં આવી રહી હતી.

એક તરફ રાજ્યમાં દારુબંધી છે અને બીજી બાજુ સત્તાધારી પક્ષના કાર્યકરો જ દારુ-બીયરની ખુલ્લેઆમ મેહફિલ માણતા જોવા મળે છે.બર્થડેનો વિડીયો વાઇરલ થતા વીરપુર પોલીસ તથા મહિસાગર પોલિસ એક્સનમાં આવી હતી.