નર્મદા-

કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબર ના રોજ એકતા દીનની ઉજવણીને લાઇ ઝગમગાટ કરવામાં આવ્યો છે, ત્યારે આ લાઇટિંગ ફિક્સ કરી દેવામાં આવી હોય પ્રવાસીઓને કાયમી જોવા મળે એવી વ્યસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લોગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.

નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે. તેમ હવે કેવડિયામાં પણ ગ્લોવ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. હાલ મોટા મોટા પોલ લગાવીને તમામ વીજ પોલ પર પણ લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડિઝાઈનો પાડવામાં આવી છે એટલુંજ નહિ સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ તાજ જ્યા દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. જેને કાયમી બેઝ બનાવી આ લાયટીંગ કરવામાં આવ્યુ છે.

અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની લાઈટો મુકવામાં આવી છે લાઈટો થકી પ્રાણીઓના ચિત્રો, ફૂલ ઝાડ બનાવવામાં આવ્યા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન, તમામ વિસ્તારની લાઈટો વિશ્વ વન શહિતના પ્રોજેક્ટ અંદાજિત 35 થી 40 કરોડના ખર્ચે કરવામાં આવી છે. જે રોજ રાત્રે લાઇટિંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે આ ઝગમગાટ જોવા ફરી પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકવામાં આવતા આ શણગાર કરવામાં આવ્યું છે.