બેરુત-

બેરૂત બ્લાસ્ટમાં મૃત્યુઆંક 200 ને વટાવી ગયો છે. આ સાથે, લેબનોનમાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષને પગલે લેબનીઝની આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે. બેરૂત વિસ્ફોટ પછી જ આખા શહેરમાં દેખાવો શરૂ થયા હતા અને લોકો હિંસક બની રહ્યા હતા. આંદોલનકારીઓ આ ઘટનાની જવાબદારી વર્તમાન સરકાર ઉપર લાવી રહ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. ઘણાં પ્રધાનોએ જાહેર જનતાના દબાણને જોતાં કેટલાક મંત્રીઓએ રાજીનામું આપવાની ઓફર કરી દીધી હતી.

સોમવારે કેબિનેટની બેઠક બાદ હમાદ હસને કહ્યું કે, આખી સરકારે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન હસન દિબ રાષ્ટ્રપતિ ભવનમાં જશે અને તમામ મંત્રીઓના નામે રાજીનામું સુપરત કરશે.4 ઓગસ્ટે બેરૂત બંદર પર થયેલા વિસ્ફોટમાં આખું બંદર નષ્ટ થઈ ગયું હતું. આ પછી, દેશભરમાં સરકાર અને શાસક વર્ગમાં દેખાવોની શ્રેણી શરૂ થઈ ગઈ છે. લેબનોનના લોકોનો આરોપ છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે વિસ્ફોટ થયો હતો.