દિલ્હી-

ઇઝરાઇલના ભારત સાથે વધુ વ્યૂહાત્મક સંબંધો રહેશે, એમ ઇઝરાઇલના નવા વડા પ્રધાન નાફ્તાલી બેનેટે જાહેરાત કરી છે. બેનેટે ભારત સાથેના ઉષ્માભર્યા સંબંધો જાળવવાની ઇચ્છા સાથે કહ્યું કે, " સરકાર ભારત સાથે, ઉન્નત વ્યૂહાત્મક સંબંધ સ્થાપિત કરવા માટે કામ કરશે." બેનેટના સરકારના નજીકના સાથી અને વિદેશ પ્રધાન જેર લૈપિડે પણ, ભારત સાથેના સારા સંબંધો પર ભાર મૂક્યો છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેનેટને વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે, બંને દેશોના સંબંધો સહકારની નવી ઊચાઈ ને સ્પર્શે.

ઇઝરાઇલના વિદેશ પ્રધાન નવી વ્યૂહાત્મક સંબંધોની વાત કરી - આ પહેલા પણ, વિદેશ પ્રધાન એસ. જયશંકરના અભિનંદન સંદેશના જવાબમાં, તેમના ઇઝરાઇલી સમકક્ષ લૈપિડે નવા વ્યૂહાત્મક સંબંધો વિશે વાત કરી હતી અને જયશંકરને નજીકના ભવિષ્યમાં ઇઝરાઇલની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતુ. નોંધનીય છે કે, લૈપિડ યેશ આતિદ પક્ષના વડા છે અને જોડાણ કરાર હેઠળ, સપ્ટેમ્બર 2023 માં તેમને વડા પ્રધાન બનાવવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યુ છે કે, "બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપના ના 30 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેઓ આવતા વર્ષે બંને દેશો વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો સ્થાપવાની રાહ જોઈ રહ્યા છે."  વડા પ્રધાન તરીકે બંને દેશોના સંબંધોને મજબૂત કરવા માટે, મોદીએ બેન્જામિન નેતન્યાહૂ નો પણ આભાર પણ માન્યો, અને કહ્યું કે, " નેતન્યાહુ એ ભારત સાથે ગાઢ સંબંધો બાંધવામાં પણ વ્યક્તિગત રસ લીધો હતો. " નેતન્યાહૂએ 12 વર્ષ ઇઝરાઇલના વડા પ્રધાન તરીકે સેવા આપ્યા પછી, રવિવારે આ પદ છોડ્યુ. તેમના અને મોદીના નિકટના સંબંધો ઘણી વખત સમાચારોમાં રહ્યા છે. જુલાઇ 2017 માં જ્યારે મોદી પહેલી વાર ઇઝરાઇલ ગયા ત્યારે, તેમનુ ભવ્ય સ્વાગત, વિશ્વભરની હેડલાઇન્સ બન્યુ હતુ.