રાજકોટ, રાજકોટમાં આજે લુખ્ખા તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં ૭ વર્ષ જુની અદાવતને પગલે ભગત ગ્રુપ અને ગમારા ગ્રુપ આમને સામને આવ્યા હતા. જેમાં બપોરના સમયે કરણપરા વિસ્તારમાં રીતસરનો આંતક મચાવ્યો હતો. અને જ્યાં ધોકા-પાઇપ લઈ પાનની દુકાનમાં તોડ-ફોડ કરી હતી સાથોસાથ વાહનોમાં પથ્થરના ઘા કરી તોડફોડ કરી હતી. આ સમગ્ર ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. આ ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચાર શખ્સોને સકંજામાં લઈ પુછપરછ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કરણપરામા ગઈકાલે સુનિલ ગમારા અને રવિ ગમારા નશાની હાલતમાં હતા. ત્યારે હાર્દિક ભગતની સાથે ચૌહાણ પાન પાસે માથાકૂટ કરી હતી કે તું સામે કેમ જાેવે છે જેથી હાર્દિકે કહ્યું કે હું ક્યાં તમારી સામે જાેવ છું જેથી આરોપી રવિ અને સુનીલ સહિત પાંચેક શખ્સોએ ગઈકાલે બોલેરોના કાચ ફોડી નુકસાન કર્યું હતું. આ મામલે ગઈકાલે જ સમાધાન પર વાતો ચાલુ હતી.ત્યાં ગોવા ફરવા ગયેલા હાર્દિકના પરિવારને જાણ થઇ કે આપણા પરિવાર પર રાજકોટમાં માથાકૂટ થઈ છે જેથી નામચીન બુકી નિલેશ ભગત અને તેનો પરિવાર રાત્રીના જ ફ્લાઇટ મારફતે રાજકોટ પહોંચી આવ્યો હતો. ત્યારબાદ આજે સવારે ગમારા જૂથ નિલેશ ભગતની આંબેવ પાન નજીક એકઠા થયા બાદ ધોકા પાઇપ અને પથ્થર વડે નિલેશની પાનની દુકાન,ઓફિસ અને મકાનમાં તોડફોડ કરી તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.ત્યારબાદ ભગત જૂથને આ માથાકૂટ અને તોડફોડ અંગેની જાણ થતાં જ તેના જૂથના લોકોએ પણ ધોકા પાઇપથી આંતક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું.

જાેકે આ સમગ્ર ઘટના બનતા આજુબાજુની દુકાનના સંચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.અને તેઓ પણ પોતપોતાની દુકાનો બંધ કરી જતા રહયા હતા. કરણપરામાં થયેલી માથાકૂટના સીસીટીવી ફુટેઝ પણ સામે આવ્યા હતા.જેમાં સાતેક શખ્સો દ્વારા પાનની દુકાન પર પથ્થરના ઘા કરી બહાર રહેલા સમાન પર પાઇપ ફટકારી તોડફોડ કરી હતી.આ ઘટનામાં ફાયરિંગ થયાની પણ ચર્ચા થઈ રહી છે.ત્યારે ઘટનાથી આજુબાજુમાં નાસભાગ મચી હતી. આ સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો કરણપરામાં દોડી આવ્યો હતો.કરણપરામાં આંતક મચાવનાર શખ્સોને પકડી લેવા ટીમો બનાવવામાં આવતા ચાર શખ્સોને એ ડિવિઝન પોલીસની ટીમે સકંજામાં લઇ પૂછપરછ કરી છે. બનાવ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે, નિલેશ ભગત એક નામચીન બુકી છે અને તેમને સતીશ ગમારા સાથે કોઈ જુગાર કલબ મામલે ૭ વર્ષથી માથાકૂટ ચાલે છે.તે મામલે અગાઉ સમાધાન પણ થઈ ગયું હતું.ત્યારે ગઈકાલે ગમારા જૂથે માથાકૂટ કરી હતી.જાેકે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બનાવ અંગે હકીકત જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વિંછીયાના મોટા હડમતીયામાં કાઠી દરબાર અને કોળી જૂથ વચ્ચે અથડામણ  બે ઘાયલ

રાજકોટ, વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામે કાઠી દરબાર અને કોળી જૂથ વચ્ચે ઝગડો થયા બાદ બઘડાટી બોલી હતી જેમાં શખ્સ ઘાતક હથિયારો સાથે હુમલો અને ચાર રાઉન્ડ ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી.આ મામલે કોળી યુવાનની ફરીયાદને આઘારે પોલીસે સાત શખ્સો સામે હત્યાની કોશિષ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટનાની વીંછિયા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક મોટા હડમતીયા ગામે દોડી ગયો હતો.અથડામણમાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ વીંછિયાના મોટા હડમતીયા ગામે રહેતા છગનભાઈ લીંબાભાઈ વાલાણી(ઉ.વ.૩૨) રવિવારે સાંજના ૪ વાગ્યા આસપાસ પોતાની વાડીએ થી ઘરે જતા હતા ત્યારે હતા. ત્યારે વીંછિયાના મોટા હડમતીયા ગામના જયરાજભાઈ જગુભાઈ સોનારા, મંગળુભાઈ જગુભાઈ સોનારા, ભગીરથભાઈ મંગળુભાઈ સોનારા, હરેશભાઈ જગુભાઈ સોનારા અને વીંછિયાના મોટા હડમતીયા ગામના દેવીપુજકનો પુત્ર તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો એ વાડીના રસ્તે રોકી ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને છગનભાઈને કોઈ પૈસા આપ્યા ન હોવા છતાં મને પૈસા વાપરવા દે નહિતર તારી જમીન વાવવા નહી દઈએ તેવી ઉઘરાણી કરી ધાકધમકી આપી ગામમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. છગનભાઈ ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે આવી આ ટોળકીએ ઝગડો કર્યો હતો અને તેમના મકાન પાસે બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા હતા.બાદમાં છગનભાઈના કાકા અરજણભાઈ સુખાભાઈ વાલાણીના મકાનના દરવાજા પર બે રાઉન્ડ ફાયરિંગ કરી હાહાકાર મચાવી દીધો હતો. બાદમાં બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી થતા બન્ને પક્ષે ધારિયા જેવા ઘાતક હથીયારો સાથે મારામારી થઈ પડી હતી. જે મારામારીમાં છગનભાઈ વાલાણીને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વીંછિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામાપક્ષે જયરાજભાઈ સોનારાને પણ પગમાં ગંભીર ઈજા પહોંચતા પ્રથમ વીંછિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ હોસ્પીટલમાં દાખલ જયરાજ સોનારાએ જણાવ્યું હતું કે છગન તેના પિતા લીંબાભાઈ અને ભાઈ દેવરાજ સાથે મોટરસાયકલ અથડાવવા બાબતે માથાકૂટ થતા પિતા પુત્ર અને તેની સાથેના અજાણ્યા ૪ થી ૫ શખ્સોએ તેને મારમાર્યો હતો.આ બનાવ અંગે સામા સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે.આ બનાવના પગલે મોટા હડમતિયા ગામમાં ભારે તંગદીલી છવાઈ ગઈ હતી. આ બનાવમાં વીંછિયા પોલીસે હુમલામાં ઘવાયેલા બન્ને ઈજાગ્રસ્તોની ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરી હતી.