નવી દિલ્હી 

ઇન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ બોલર હરભજન સિંહને લાગે છે કે વિરાટ કોહલી વગરની ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ભારત માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. જોકે એમ છતાં ભારતની મજબૂત બૅટિંગ લાઇનઅપ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ચૅલેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે.

હરભજન સિંહે કહ્યું કે 'એ માણસમાં ટ્રોફી જાળવી રાખવાની ક્ષમતા છે. ગયા વખતે ઑસ્ટ્રેલિયામાં તે ઘણું સારું ક્રિકેટ રમ્યો હતો. વિરાટ અને પુજારા બન્ને અદ્ભૂત રહ્યા હતા. કોહલી હંમેશાં મોટા પ્લેયરોના નામમાં સ્થાન ધરાવે છે પણ સાથે-સાથે પુજારાનું યોગદાન પણ જબરદસ્ત હતું. કોહલીની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે છતાં ભારતની બૅટિંગ અને બોલિંગ લાઇનઅપ જોઈને મને લાગે છે કે તેઓ યજમાન ટીમની ૨૦ વિકેટ મેળવી શકશે. ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ હોવા છતાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવાની ક્ષમતા રાખે છે.'