ભરૂચ

ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ એ હદે ચિંતાજનક સ્તરે પહોચ્યું છે કે સમગ્ર રાજયમા કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો ત્રીજા ક્રમે આવી ગયો છે તો મહાનગર પાલિકાની ગણતરી સાથે ભરૂચ જીલ્લો કોરોનના વધતા કેસમાં ૮માં સ્થાને છેકોરોના વાયરસ હવે ગંભીરથી અતિગંભીર તબક્કામાં આવી પહોંચ્યો છે. ઓદ્યોગીક ભરૂચ જિલ્લાએ સમગ્ર વિશ્વમાં તેની વણથંભી વિકાસ યાત્રાથી ભલે નામના મેળવી હોય પરંતુ કોરોનાકાળમાં ભરૂચ જિલ્લો અણગમતી પ્રસિધ્ધિ મેળવી રહ્યો છે. શરૂઆતના તબકામાં ભરૂચ જિલ્લાએ કોરોનાને કાબુમાં લેવા સફળતા હાંસલ કરી હતી સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાએ સૌથી વધુ કોરોના સંક્રમણમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત જીલ્લામાં ૩૧૩,મહેસાણા જીલ્લામાં ૨૪૯ અને ત્યાર બાદ ત્રીજા નંબરે ભરૂચ જીલ્લામાં ૧૬૧ કોરોના પોજીટીવ કેસ નોધાયા છે આમ ભરૂચ જિલ્લો સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ત્રીજા સ્થાને છે. વધુ એક ડેટાનું એનાલિસિસ કરીયે તો રાજ્યની મહાનગર પાલિકાઓની ગણતરી સાથે ભરૂચ જિલ્લો કોરોના સંક્રમણમાં ૮માં ક્રમે છે. ભરૂચ જિલ્લા માટે આ વાત એટલા માટે ચિંતાજનક છે કે મહાનગરપાલિકા અને સુરત તેમજ મહેસાણા જિલ્લા કરતા ભરૂચ જીલ્લામાં વસ્તીની સંખ્યા એટલી ઓછી છે