ભરૂચ-

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હાઈવે પર આવેલી સવેરા હોટલના પાર્કિંગમાં ઉભેલા આઇસર ટેમ્પામાંથી એલ.સી.બી પોલીસે બાતમીનાં આધારે એક ઇસમની આઈસર ટેમ્પો સાથે ધરપકડ કરી તેના પાસેથી બોરીઓ ભરેલ ગુટખાનો માલ જપ્ત કર્યો હતો. ટેમ્પો સહિત કુલ રૂ. 19,42,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મળેલી બાતમીને આધારે ખાનગી તેમજ સરકારી વાહનોમાં પાલેજ ને.હા. ૪૮ ઉપર પેટ્રોલિંગમાં હતા. મળેલ બાતમીના આધારે એક આઇસર ટેમ્પો પાલેજ સવેરા રેસ્ટોરા  પાર્કિંગમાં ઉભેલ છે જેમાં શંકાસ્પદ ગુટખા જથ્થો ભરેલ છે. બાતમીના આધારે તપાસ કરતાં ટેમ્પો જેની ડ્રાઈવિંગ સીટ પર બેસેલ એક ઈસમ જેનું નામ મોહંમદ સમસાદ અબ્દુલ રઝાક શેખને ટેમ્પા માંથી ઉતારી પાછળની તાડપત્રી હટાવવાનું કહેતા જેમાં પ્લાસ્ટિકની મોટી બોરીઓ ૬૭ ભરેલ હતી જેમાં ગુટખા ભરેલ હતા. ગુટખાનાં બીલ તેમજ પુરાવા માંગતા નહિ હોવાનું જણાવેલ આઇસર ટેમ્પામાં 4k STAR તથા પ્રીમિયમ હમ સફર લખેલ ગુટખા પાઉચ નંગ – ૨૩૦૪૬ જેની કિંમત ૧૪,૪૨,૧૬૦ થાય છે. આઇસર ટેમ્પો પાંચ લાખ ગણી એક મોબાઈલ મળી કુલ.૧૯,૪૨,૬૬૦ નો મુદ્દામાલ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. જે અંગેની પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.