ભરૂચ-

ભરૂચ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી એક જ મહિનામાં રૂ. 28.49 લાખનો દંડ વસૂલ કર્યો છે. આમાંથી સૌથી વધારે 7937 લોકો હેલ્મેટ વગરના હતા. ભરૂચ પોલીસે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી, જેમાં જિલ્લાના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસે કડક વાહન ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક તોડનારાઓને સહેજ પણ ઢીલ આપ્યા વિના પોલીસે દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં વર્ષ 2019માં અકસ્માતના 590 બનાવ બન્યા હતા, જેમાંથી 270 લોકોએ જીવ ગુમાવ્યો હતો તો 2020માં અત્યાર સુધી અકસ્માતના 353 બનાવ બન્યા છે, જેમાં 156 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે માર્ગ સલામતી એ જ જીવન માટે ઉત્તમ છે. ભરૂચ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી એક જ મહિનામાં રૂ. 28.49 લાખનો દંડ વસૂલ કર્યો છે. જેમાંથી 7937 કેસ સૌથી વધારે હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોના હતા. ભરૂચ પોલીસે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. આ ઉપરાંત દરેક ટ્રાફિક પોઈન્ટ પર પોલીસે વાહનોનું કડક ચેકિંગ હાથ ધર્યું હતું.