વડોદરા, તા.૮

ભરુચમાં રહેતા સોની યુવકને સસ્તા દરે ૩ કિલો સોનુ આપવાની લાલચ આપીને વડોદરામાં બોલાવ્યા બાદ તેની પાસેથી રોકડા ૭૨ લાખ લઈ તેમજ સોનાના બિસ્કીટ આપ્યા બાદ નાણાં લઈને ફરાર થઈને ઠગાઈ કરવાના ગુનામાં બાપોદ પોલીસે આજે વધુ એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રોકડા ૧૯.૮૪ લાખ જપ્ત કર્યા હતા. 

ભરુચની મહામાંગલ્ય રેસીડન્સીમાં રહેતા ૩૭ વર્ષીય વિરલભાઈ ચોકસી આદિત્ય બિરલા કંપનીમાં સ્ટોર ઓફિસર તરીકે નોકરી સાથે ઘરે સોના ચાંદીના દાગીના બનાવવાનો અને વેંચવાનો વ્યવસાય કરે છે. થોડાક સમય અગાઉ તેને પુર્વકર્મચારી અક્ષય પરમાર મારફત જાણ થઈ હતી કે ભરુચ જિલ્લાના કેલોદ ગામમાં રહેતા યોગેન્દ્રસિંહ ઉર્ફ દત્તુ નાગજીભાઈ જાદવ બજારભાવ કરતા ૨૦ હજાર ઓછા ભાવે સોનુ અપાવે છે. વિરલભાઈએ દયાદરા ચોકડી પાસે થોડાક સમય અગાઉ દત્તુને મળીને સોનાના બિÂસ્કટો સસ્તા દરે ખરીદવાની તૈયારી બતાવી હતી જેમાં શરૂઆતમાં સોનાના ૧૦ ગ્રામના બિસ્કીટો ખરીદયા બાદ ગત ૩જી તારીખે દત્તુ તેમજ તેના સાગરીતો રાજુ અને મનોજભાઈએ ૩ કિલો સોનાના બિÂસ્કટો ૧.૩૦ કરોડમાં આપવાનું જણાવ્યું હતું. 

જાકે આટલી જંગી રોકડ ન હોઈ વિરલભાઈએ ૭૨લાખ પહેલા આપીશુ અને બાકીના નાણાં બીજા દિવસે આપવાનું કહેતા ઠગ ટોળકીએ સોદો નક્કી કર્યો હતો. સોદા મુજબ આજવાચોકડી પાસે ભાઈકાકા પાર્ટીપ્લોટ પાસે અલગ અલગ કારમાં ભેગા થયેલા વિરલ અને ગઠિયાઓએ વિરલભાઈ પાસેથી રોકડા ૭૨ લાખ લીધા હતા અને ત્યારબાદ સોનાના બિÂસ્કટો નહી આપી તેઓ ફરાર થયા હતા. આ ઠગાઈના બનાવની બાપોદ પોલીસ મથકમાં દત્તુ , રાજુ અને મનોજ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં બાપોદ પોલીસે આજે યોગેન્દ્રસિંહ ઉર્ફ દત્તુની ધરપકડ કરી તેની પાસેથી ઠગાઈના ૧૯.૮૪ લાખ કબજે કર્યા હતા.