વડોદરા : સોખડાખુર્દ ગામે યોજાયેલી ડીનર વીથ ડ્રીંક્સની પાર્ટીમાં આવેલી યુુવતીને કારમાં લીફ્ટ આપવાના બહાને બેસાડીને તેની પર બળાત્કાર ગુજારવાના આરોપમાં ફરાર થયેલો પાદરાનો પુર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફ લાલાને જિલ્લા એલસીબીની ટીમે આજે રાજસ્થાનના જયુપરની એક હોટલમાંથી ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમ ભાવેશને લઈને વડોદરા આવવા માટે રવાના થતા આજે મોડી રાત સુધી ટીમ અત્રે આવી જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

શહેરના મોલમાં ફરજ બજાવતી ૨૫ વર્ષીય યુવતી તેના બોયફ્રેન્ડે યોજેલી ગેટટુ ગેધર પાર્ટીમાં સોખડાખુર્દ ગામે ગઈ હતી જયાં તેના મિત્રોએ દારૂ અને નોનવેજની પાર્ટી માણી હતી. જાેકે આ પાર્ટીમાં પોલીસની એન્ટ્રી થતા જ નાસભાગ મચી હતી જેમાં યુવતીને પાદરાનો પુર્વ કોર્પોરેટર તેમજ અગાઉ હુમલા અને દારૂબંધીના દસેક જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન ભાવેશ ઉર્ફ લાલા ચંદ્રકાન્ત પટેલે કારમાં લીફ્ટ આપવાના બહાને બેસાડ્યા બાદ તેની પર કારમાં હુમલો કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવની યુવતીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ ભાવેશ ઉર્ફ લાલો ફરાર થયો હતો.બીજીતરફ પાર્ટીમાં દરોડો પાડ્યા બાદ શંકાસ્પદ કામગીરી કરનાર પાદરાનો હેડ કોન્સ્ટેબલ રતનસિંહ સોમાભાઈની જિલ્લા પોલીસ હેડક્વાટર્સમાં બદલી કરી આ બળાત્કારના ગુનાની તપાસ જિલ્લા એલસબીને સોંપાઈ છે. એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં વિવિધ ટીમો મોકલીને ભાવેશની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રાજસ્થાન ગયેલી ટીમને ભાવેશ ઉર્ફ લાલો જયપુરની વિલા ઈન હોટલમાં હોવાની જાણ થતાં પોલીસે હોટલમાં છાપો મારીને ભાવેશને આબાદ ઝડપી પાડ્યો હતો. આ અંગે એલસીબી પીઆઈ વાલાો જણાવ્યું હતું કે ભાવેશને લઈને એલસીબીની ટીમ વડોદરા આવવા માટે નીકળી ગઈ છે અને પાદરા પોલીસ મથકના ગુનામાં તેની અટકાયત બાદ એલસીબી દ્વારા પુછપરછ હાથ ધરાશે.