ભાવનગર-

રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બધા જ જિલ્લામાં ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ભાવનગર (Bhavnagar)જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકા માટે કુલ 346 બેઠક પર પર નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 16 નવા ઉમેદવારો અને 40 ઉમેદવારો યુવા વયના છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નક્કી થયા અનુસાર આજ રોજ વિવિધ જિલ્લાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. રાજકોટ જામનગર બાદ ભાજપે પાટણ જીલ્લામાં વિવિધ ન.પા, તા.પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાટણ ન.પા.નું સસ્પેન્સ યથાવત ટૂંક સમયમાં લિસ્ટ જાહેર કરશે.