ભાવમગર-

કોરોનાના કહેરથી દુનિયાભરના લોકો પરેશાન છે ત્યારે હવે એક વખત ફરી કોરોનાએ તેની દેખા દીધી છે. તો હવે ભાવનગર ડીઆરએમ ઓફિસમાં પુનઃ કોરોનાએ દસ્તક દિધા છે. ભાવનગર ડીઆરએમ ઓફિસમાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે રેલવે તંત્રના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ભાવનગરના પરા વિસ્તારમાં આવેલ ડીઆરએમ ઓફિસમાં એસ્ટાબીલશમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય વિભાગમાં કુલ મળીને ૬ કર્મચારીઓ કોરોના લપેટામા આવી ગયા છે. આ પહેલા પણ ભાવનગર રેલવે ડિવિઝન ઓફિસમાં બે મહિના પહેલા ૮ જેટલા કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.કોરોનાની ઝપટમા આવેલા કર્મચારીઓ સારવાર લઈ રહ્યા છે.