ભાવનગર-

શહેરમાં યુવતી સાથેની બોલાચાલીમાં થયેલી મારામારીમાં કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ત્રણેય ભાઇઓને 5 વર્ષની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે, 2016માં જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ તેના મિત્ર સાથે ઘોઘા રોડ પર ડાયરામાં જતો હતો. તે સમયે સરદારનગર ચોકમાં રહેતા અનીલ સરવૈયાએ જયપાલસિંહને બાઈક રોકીને તું મારી દીકરી પાછળ કેમ પડી ગયો છે એમ કહીને ઝઘડો કર્યો હતો બાદમાં 09/05/2016 ના રોજ માર માર્યાની ફરિયાદ જયપાલસિંહ દ્વારા નોંધાવતા કોર્ટ દ્વારા અનીલ અને તેના સગા બે ભાઈને પાંચ વર્ષની સજા ફટકારી છે.2016માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મારામારીની ફરિયાદમાં કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે. જયપાલસિંહની ફરિયાદમાં આરોપીઓમાં ત્રણ ભાઈઓને પાંચ વર્ષની સજા તો ક્રોસ ફરિયાદમાં જયપાલસિંહને કોર્ટે 5 હજારનો દંડ ફટકાર્યો છે.