વાઘોડિયા : વાઘોડિયા પાસેના કમલાપુરા બસ સ્ટેન્ડ નજીક સપનાનું સસ્તું ઘર આપવાની જુદી-જુદી સ્કીમ હેઠળ અનેક લોકો જાેડથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ સંસ્કારનગરના ડાયરેક્ટસામે ફરીયાદ બાદ ઘરપકડ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ પુર્ણ થતા સંજયશાહને વાઘોડિયા કોર્ટમા હાજર કરાતા લોકઅપ ભેગો કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. વાઘોડિયા ના કમલાપુરા પાસે સંસ્કારનગર નામે મકાન આપવાની લોભામણી લાલચ આપી અનેક લોકો પાસેથી કરોડો રૂપીયા ખંખેરનાર ડી.બી.એસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહની ધરપકડ બાદ એલસીબી પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ૫ દિવસના રિમાન્ડ પુર્ણ થતા જેલભેગો કરવાનો આદેસ કરાયો છે. એલસીબી તપાસમાં સંજય શાહ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અમદાવાદમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર ડાયરેક્ટરોમાં રાગેશ શાહ ઓસ્ટ્રેલિયા અને અજય શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરેથી ફરાર થયો છે. પોલીસ અજય શાહના ઘરની બહાર વોચ પણ ગોઠવી છે.કરોડોનો ચુનો લગાડનાર આરોપી બિલ્ડર સંજય રમેશચંદ્ર શાહ રહેવાસી સુર બંગલોઝ, નડિયાદની ધરપકડ બાદ ૫ દિવસના આજે રિમાન્ડ પુરા થતા જેલભેગો કરાયો છે. પોલીસ હવે ડી.બી.એસ.પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહ, ફરાર આરોપી રાગેશ દ્વારકાદાસ શાહ (રહે-કમલાપુરા) અને અજય જશવંતલાલ શાહ (રહે-અમદાવાદ) સિવાય અન્ય કેટલા ડાયરેક્ટરો છે ? કોનું કોનું રોકાણ છે? તેમજ આરોપી ડાયરેક્ટરોએ સ્વપ્નાના ઘરની લોભામણી જાહેરાતથી ઊઘરાવેલ કરોડ રૂપિયાનું શું કર્યું તે અંગે તપાસ હાથ ધરી છે.