વલસાડ,તા.૧૫ 

દેશ આઝાદ થયાને સાત દાયકા વીતી જવા છતાં પણ ગુજરાતમાં આદિવાસીઓ આજે પણ તેમના હક્ક થી વંચિત છે.આદિવાસી વિસ્તારમાં આવેલી જળ જંગલ જમીન અને કુદરતી સંસાધનો લૂંટાઈ રહ્યા છે.છતાં પણ સરકારની આંખ ઊઘડતી નથી બીજી તરફ આદિવાસી સમુદાયના આરક્ષિત વિસ્તાર આદિવાસી સમુદાય આદિવાસીની સંસ્કૃતિને બચાવવા અનુસૂચિ ૫ ને અમલવારી તેમજ અન્ય સળગતા પ્રશ્નોનું નિરાકરણ આજે પણ આવ્યું નથી.

આ બાબતે ખેરગામ તાલુકા ભીલીસ્થાન ટાઇગર સેનાએ રાષ્ટ્રપતિને ઉલ્લેખીને ખેરગામ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.આ આવેદનમાં ૧૪ જિલ્લાઓમાં વસતા ૫૪ તાલુકાના આદિવાસી સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૯૦ લાખ કરતા પણ વધારે આદિવાસી વસ્તીનું જીવન ધોરણ આજે પણ બદલાયું નથી.કુપોષણ બાળમુત્ય ગરીબી સિકલસેલ એનેમિયા વિદેશ દારૂનું દુષણ અને અન્ય બીમારીઓના કારણે આદિવાસીઓની સંખ્યામાં થઈ રહેલો ધટાડો એ ચિંતાજનક બાબત છે.બીજી તરફ શિક્ષણ આરોગ્ય રોજગારી સિંચાઈ જમીન સંરક્ષણ પેસા કાનૂન અનુસૂચિ ૫ ની અમલવારી ભીલીસ્થાન ભીલ પ્રદેશની ભલામણ કરવા બાબત સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રોજેકટ દ્વારા આદિવાસી સમાજને બરબાદ કરવાના કારસ્તાન બાબતે પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.