ભુજ -

અહીં આવેલ જાેઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં સજા કાપતા પાકિસ્તાની કેદીનું બિમારીના કારણે મોત નિપજયું હતું . ૬૦ વર્ષિય રિયાઝ ફૈઝ બક્ષનું બિમારીના કારણે મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનના પંંજાબ પ્રાંતના મુઝફ્ફર ગઢના વતની રિયાઝ નામનો વૃદ્ધ વર્ષ ર૦૧૬માં રાપરની રણ સરહદેથી ભારતમાં ઘુસણખોરી કરતા ઝડપાયો હતો . માનસિક રીતે અસ્વસ્થ એવા પાકિસ્તાની વૃદ્ધને ભુજ સ્થિત જેઆઈસીમાં રાખવામાં આવ્યો હતો . છેલ્લા લાંબા સમયથી આ પાકિસ્તાની વૃદ્ધ બિમાર રહેતો હતો . દરમિયાન ફેફસામાં કફ ભરાઈ જવાના કારણે શ્વાસો શ્વાસમાં મુશ્કેલી થવાના કારણે બપોરે ભુજની જી . કે . જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો . જાે કે ફરજના પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો . બનાવને કારણે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને હતભાગીની ડેડ બોડી પાકિસ્તાન પરત મોકલવા માટે ગૃહવિભાગ સાથે મળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે