ભૂજ, ભુજ સુધરાઈની નવી બોડીની મળેલી પ્રાથમ કારોબારી સમિતિમાં વિવિાધ શાખાને લગતા મહત્વના ર્નિણયો લેવાયા હતા. એક દાયકાથી સુાધરાઈની નવી ઈમારત બનાવવા ચાલતા ગજગ્રાહ તાથા ઓપનએર થયેટરમાં કચેરી બનાવવાના ર્નિણય સામે થયેલા વિરોધ વચ્ચે કારોબારીમાં અંતે હયાત જગ્યાએ જ નવી ઈમારત બનાવવા ર્નિણય લઈને કચેરીને વૈકલ્પિક સૃથળે ખસેડવા ર્નિણય લેવાયો હતો.

આજની બેઠકમાં હોડીંગ્સ બોર્ડનો કોન્ટ્રાક્ટ ૧.૦૧ કરોડમાં તાથા કિયોસ્કના ભાવ રૃ.૮.૫૧ લાખમાં મંજુર કરાયા હતા. ભુજ સુાધરાઈની દુકાનો ભાડા પટ્ટે આપવા જમીન મુલ્યાંકન સમિતી સમક્ષ ભાડા નક્કી કરવા દરખાસ્ત કરવાનું નક્કી થયું હતું. બંધ થયેલા ગરીબી રેખા હેઠળના સુવર્ણ જયંતી કાર્ડ ફરીથી ચાલુ કરવા, હમીરસર તળાવની ઈદગાહ પાસેની દિવાલનું સમારકામને મંજુરી, ડોર ટુ ડોર કામગીરીના ટેન્ડરના ભાવ ૫૪ લાખના વધુ હોવાથી તેને રદ કરાયા હતા. નવેસરાથી ટેન્ડર કરાશે. સ્વચ્છતા અભિયાન હેતુ ૪ ડબ્બાવાળી ગાડી ખરીદવા, પાણી પુરવઠાના અગાઉ મંજુર કરાયેલા ૫૯ લાખના કામ નામંજુર કરાયા હતા. તે જ રીતે સી.સી રોડના અગાઉના મંજુર થયેલા ૧૨ કરોડના કામ રદ કરાયા હતા. ભારાપર યોજનામાં ૩ નવા બોરવેલ બનાવવા મંજુરી અપાઈ હતી. પાણી સ્ટોરેજ વાધારવા માટેના કામ હેતુ ૧૪ કરોડની ગ્રાન્ટમાંથી કામોનું આયોજનકરાયું હતું. ડ્રેનેજ શાખાના ૫૬ લાખના અગાઉ મંજુર થયેલા કામ રદ કરાયા હતા. ગટર યોજના કામો માટે ૩ સભ્યોની સમિતી બનાવવાનું નક્કી કરાયું હતું.