ભુજ-

કચ્છમાં શિયાળાના ધીમા પગલે થયેલા પ્રવેશ વચ્ચે ભૂર્ગભીય હલન-ચલન પણ સક્રિય બની છે. જિલ્લાની મોટા ભાગની ફોલ્ટ લાઈનોમાં ઉર્જા એકત્રિત થઈ રહી હોઈ કંપનોનું પ્રમાણ વધ્યું છે. વાગડ પંથકમાં તો ઉંચી તિવ્રતાના આંચકાઓ પણ નોંધાઈ રહ્યા છેત્યારે ભચાઉ નજીક ૩.૧ની તિવ્રતા સહિત ત્રણ કંપનો અનુભવાયા હતા.

સીસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ વહેલી સવારે ૪ઃરપ કલાક ભચાઉથી ૮ કિ.મી. દૂર ભૂર્ગભમાં ર૬.૧ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રીક્ટર સ્કેલ પર ર.૩ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. ૬ઃ૩પ કલાકે શહેરથી ર૦ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૧ની તિવ્રતાનું કંપન આવ્યં હતું. જ્યારે ર.૧પ કલાકે શહેરથી ર૩ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતું ર.૪ની તિવ્રતાનું કંપન નોંધાયું છે. શહેરથી નજીક કેન્દ્રબિંદુ હોવાથી અનેક લોકોને ધ્રુજારીની અનુભૂતિ થઈ હતી.